ન્યૂઝ ડેસ્ક: દેશના પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણીના પરિણામો (Assembly Election Result 2022) લોકો પ્રત્યક્ષ આવી ગયા છે. આ સાથે જ આ સંગ્રામનો અહી જ અંત આવી ગયો છે, ત્યારે પંજાબ સિવાય BJP અન્ય 4 રાજ્યોમાં સરકાર સ્થાપવા જઇ રહી છે. આ ચૂંટણી પહેલા ફેમસ અભિનેતા કમાલ આર ખાને કહ્યું (Kamal R Khan comment On BPJ) હતું કે, "જો ભાજપ હારશે નહીં તો તે ક્યારેય ભારત નહીં આવે".
![Assembly Election Result 2022: યૂપીમાં ફરી યોગીનો ઝંડો લહેરાયો તો ટ્રોલ થયો કમાલ આર ખાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14692560_4.png)
યોગીજી આજે તમારો છેલ્લો દિવસ છે: કમાલ આર ખાન
આ સંજોગોમાં 10 માર્ચના ચૂંટણી પરિણામોની સવારે, તેમણે એક ટ્વિટ કર્યું હતું કે "યોગીજી આજે તમારો છેલ્લો દિવસ છે". હવે બીજેપી સમર્થકો કમાલ આર ખાને આ વાતોની યાદ અપાવીને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. કમાલ આર ખાને 10 માર્ચે સવારે 6.39 વાગ્યે એક ટ્વિટમાં લખ્યું, 'શુભ સવાર યોગીજી. તે કેવી રીતે છે? આજે તમારો છેલ્લો દિવસ છે સાહેબ, વિચાર્યું તમને યાદ કરાવું.
![Assembly Election Result 2022: યૂપીમાં ફરી યોગીનો ઝંડો લહેરાયો તો ટ્રોલ થયો કમાલ આર ખાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14692560_3.png)
કમાલ આર ખાને કર્યા આ પ્રકારના ટ્વિટ
KRKનું બીજુ ટ્વીટ 10 માર્ચે સવારે 9.11 વાગ્યે આવે છે. આ ટ્ટવિટમાં તેણે લખ્યું, "અભિનંદન @myogiadityanath જી @narendramodi જી અને @AmitShah ને UPમાં ફરી જીતવા બદલ. કમાલ આર ખાને 17 ફેબ્રુઆરી 2022ના રોજ એક ટ્વીટમાં લખ્યું, 'આજે હું પ્રતિજ્ઞા લઉં છું, કે જો યોગીજી @myogiadityanath 10 માર્ચ 2022ના રોજ હાર નહીં થાય તો હું ક્યારેય ભારત પાછો નહીં ફરું! જય બજરંગબલે!
![Assembly Election Result 2022: યૂપીમાં ફરી યોગીનો ઝંડો લહેરાયો તો ટ્રોલ થયો કમાલ આર ખાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14692560_2.png)
આ પણ વાંચો: Up Election Results 2022: 'બિકીની ગર્લ' અર્ચના ગૌતમ પાછળ, જાણો કોણ છે આ ગર્લ
ટ્રોલર્સે કાઢ્યો આ રીતે કમાલ આર ખાનનો વારો
આજે ગુરુવારે ચૂંટણીના પરિણામો આવી ગયા છે, ત્યારે હવે કમાલ આર ખાન આ ટ્વિટના પગલે તે એટલો થઇ રહ્યો છે કે, તેના માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઇ ગયું છે. એક યૂઝરે એ કહી દીધુ કે, ભાઈ, તમે કહ્યું હતું કે જો યોગી બાબા યુપીમાં ફરી આવશે તો તમે ટ્વિટર છોડી દેશો. જો તમે ખરેખર મર્દ છો તો તમે તમારા વેણે પર ખરા રહેશો. અન્ય એક યુઝરે લખ્યું, આ મૂર્ખનું નિવેદન સાંજ સુધીમાં બદલાઈ જશે. જો જો તમે. મને એ વાતનો ખ્યાલ નથી આવતો કે લોકો આ મૂર્ખને કેમ ફોલો કરે છે.
કમાલ આર ખાને બદલ્યો પોતાનો સૂર
હાલ કમાલ આર ખાને પોતાનો સૂર બદલતા ટ્વીટ કર્યું કે, 'અનુમાન 65, જો ભારતીયો બધું સહન કર્યા પછી પણ પાંચ રાજ્યોમાં ભાજપને વોટ આપે છે, તો 2024માં પણ ભાજપનો ભગવો લહેરાશે. નરેન્દ્ર મોદી ફરીથી દેશના પીએમ બનશે.
આ પણ વાંચો: Bhuban Badyakar Apologize: 'કચ્ચા બદામ' ફેમ સિંગર ભુબન બડ્યાકરે માંગી માફી