મુંબઈઃ બૉલીુવડ સિંગર અશોક મૈસ્ટીએ કોરોના વાઈરસ સંબંધિત એક ગીત બનાવ્યું છે. કોવિડ -19 મહામારી સામેની જગંમાં જીત હાસિંલ કરવા અને લોકોને પ્રોત્સાહિત કરવા 'હૌંસલા ન છડિન' નામનું ગીત બનાવ્યું છે. જેમાં મીકા સિંહ અને જસબીર જસ્સી જેવા કલાકારો પણ સામેલ છે.
કોરોના સંબંધિત ગીત 'હૌંસલા ન છડિન' અશોક મૈસ્ટીએ ગાયું છે. આ ગીતના બોલ કેવલ અરોરાએ લખ્યાં છે જ્યારે સંગીત મની સોંધે આપ્યું છે. આ ગીત બનાવવાનો વિચાર ભુપિંદર સિંહનો હતો.
આ મ્યુઝિક વીડિયોમાં અભિનેત્રી, આંકાક્ષા સરીન, અશોક, ગાયક દલેર મહેંદી, પટકથા લેખક દલજીત કલસી, અભિનેતા દેવ ખરૌદ, અભિનેતા દિલરાજ ઉદય, અભિનેતા ગુરપ્રીત ઘુગ્ગી, અભિનેતા હરીશ વર્મા, હનીજિત સિંહ, અભિનેતા જગજિત સંધુ, અભિનેત્રી જસપીંદર ચીમા, ગાયક જસબીર જસ્સી, અભિનેતા જસવિંદર ભલ્લા, અભિનેતા કરમજીત અનમોલ, અભિનેતા કેપ્ટન લાડી અને મીકા સિંહ જેવી હસ્તીઓ જોવા મળશે.
મહત્વનું છે કે કોરોના લોકડાઉનને લીધે આ તમામ કલાકારે ગીતનું રેકોર્ડિંગ પોત પોતાના ઘરમાં જ કર્યુ છે.
અશોક મૈસ્ટીએ કહ્યું કે, ' કોઈ પ્રેરક વસ્તુ માટે લોકોનું ધ્યાન ખેંચવા સંગીત શ્રેષ્ઠ માધ્યમ છે. સંગીતમાં દુઃખમાંથી બહાર આવવાની શક્તિ છે, અને હાલ જે સ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યાં છીએ તેને ધ્યાને રાખી હૌંસલા ન છડીન નામનું ગીત બનાવ્યું છે. જે આપણને બધાને જોશ અને તાકાત આપશે. '