હૈદરાબાદ: સુરોની સરસ્વતી અને પ્લેબેક સિંગર લતા મંગેશકર કોરોના સંક્રમિત અને ન્યુમોનિયાના કારણે એક અઠવાડિયાથી ICUમાં દાખલ છે. લતાને દક્ષિણ મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં (Breach Candy Hospital Mumbai) દાખલ કરાયા છે. લતાના સ્વાસ્થ્ય અપડેટ વિશે વાત કરીએ તો, તેમની તબિયત (Lata Mangeshkar recovery) પહેલા કરતા સારી છે. લતાજીની નાની બહેન અને પ્લેબેક સિંગર આશા ભોસલેેએ લતાજી ઝડપથી સ્વસ્થ થઇ જાય તે માટે પ્રાર્થના તેમજ ઘરમાં પૂજાનું આયોજન કર્યું છે.
આશા ભોંસલેએ દીદીની તબિયત વિશે જણાવ્યું
એક અંગ્રેજી પોર્ટલ સાથે વાતચીત દરમિયાન આશા ભોંસલેએ લતા મંગેશકરની તબિયત વિશે જણાવ્યું છે. આશાએ કહ્યું, 'દીદીના સ્વાસ્થ્ય અને તેઓ ઝડપથી સાજા થઇ જાય તે માટે ભગવાન શિવના રુદ્રની ઘરે સ્થાપના કરવામાં આવી છે. આ સાથે તેમના માટે પૂજાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
લતાજીની નાદુરસ્ત તબિયતની અફવાઓ પર આશાએ કહ્યું
અહીં, લતાજીની નાદુરસ્ત તબિયતની અફવાઓ પર આશાએ કહ્યું, 'ના-ના, આ ખોટું છે, મેં ભાભી, અર્ચના અને ઉષા સાથે 30 મિનિટ પહેલા જ વાત કરી હતી, આશાજીએ પણ કહ્યું હતું કે, આપણે બધાએ દીદીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની છે, પરિવારમાં તેનું હોદો માતાનો છે અને તેમના સ્વાસ્થ્ય માટે તેના ઘરે ભગવાન શિવનો રુદ્ર મૂક્યો છે અને તેની તંદુરસ્તી માટે પૂજા કરાય રહી છે.
ડોકટરો લતાજીની સંભાળ લઈ રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, 11 જાન્યુઆરીએ લતાજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેમને મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતાજી હાલ ICUમાં છે અને ડોકટરો તેમની સંભાળ લઈ રહ્યા છે. 90 વર્ષીય લતાજીના કોરોના સંક્રમિત હોવાની માહિતી તેમની ભત્રીજી રચનાએ આપી હતી.
આ પણ વાંચો:
Anushka Sharma emotional reaction: અનુષ્કા શર્મા થઈ ભાવુક, સોશિયલ મીડિયામાં લખી દિલની વાત