મુંબઇ: દિગ્ગજ ગાયિકા આશા ભોસલે ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના નિધન પર ખુબ જ દુ:ખી છે. મહાન ગાયક પંડિત જસરાજનું સોમવારે અમેરિકામાં 90 વર્ષની વયે નિધન થયું હતું. આશા ભોસલે તેમને યાદ કરતા કહ્યું કે, "હું પંડિત જસરાજજીના નિધનથી ખુબ જ દુ:ખી છું. મેં એક એવા વ્યક્તિને ગુમાવ્યા છે, જે મારા માટે ખુબ પ્રિય હતા..મેં એક મોટો ભાઈ ગુમાવ્યો છે.
વધુમાં લખ્યું કે, સંગીતનો સૂર્ય ડૂબી ગયો. તેઓ ખૂબ જ સારા ગાયક હતા, હું તેમને ઘણા સમયથી ઓળખતી હતી. તે મારી ખૂબ પ્રશંસા કરતા અને તે હંમેશા કહેતા, હું તમને ગાવાનું શીખવીશ."
તેમણે કહ્યું કે, "આજે એ ભર્યા દિવસોની યાદ આવી ગઈ, જ્યારે મેં તેમની અમેરિકાના ક્લાસીસની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઘણી પ્રતિભાઓને સંગીત શીખવ્યું છે. મને યાદ છે કે, હું તેમની શાળામાં કેવી રીતે પ્રવેશ લેવા માગતી હતી."
તેમણે કહ્યું કે, "આ જ ટ્રિપ બાદ અમે બંને એક સાથે ડિનર પર ગયાં હતા, જસરાજજી શુદ્ધ શાકાહારી હતાં, સ્વાસ્થ્યના કારણોસર તેઓ મને પણ શાકાહારી બનવાની વિનંતી કરતા રહ્યાં. હું તેમના બાળપણને હંમેશા યાદ રાખીશ."