- મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપી આર્યન ખાનનો મામલો
- મુંબઈની કોર્ટમાં આજે આરોપી આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી
- બોલિવૂડ અભિનેત્રીની વોટ્સએપ ચેટ સામે આવી હોવાની ચર્ચા
હૈદરાબાદ : અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન પર કોર્ટ આજે બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવશે. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન હેડલાઇન્સમાં છે, દરરોજ આર્યન ખાન સાથે સંબંધિત નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. એ દરમિયાન, હવે NCB ને ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસમાં આર્યન ખાન સાથે બોલિવૂડ અભિનેત્રીની વોટ્સએપ ચેટ પણ મળી છે. કોર્ટમાં ચર્ચા દરમિયાન, NCB ટીમ દ્વારા કોર્ટને સોંપવામાં આવેલા આરોપીઓની ચેટમાં આર્યન સાથેની આ અભિનેત્રીની ચેટ્સ પણ સામેલ છે. કોર્ટમાં આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે અને NCB વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. જે બાદ કોર્ટે સુનાવણી મુલતવી રાખી હતી.
આર્યનને ફસાવવામાં આવ્યોઃ બચાવ પક્ષનું રટણ
આ પહેલા NCBએ કહ્યું હતું કે, અરજી પર તાત્કાલિક સુનાવણી પણ આવશ્યક નથી. બ્યૂરોએ એફિડેવિટ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય આપવાનો પણ અનુરોધ કર્યો હતો. જ્યારે બચાવ પક્ષે કહ્યું હતું કે, આર્યનને 'ફસાવવામાં આવ્યો' છે અને તેને જામીન પર છોડવાથી તપાસ નહીં રોકાય. આપને જણાવી દઈએ કે, NCBએ ગોવા જઈ રહેલા 'કોર્ડેલિયા ક્રુઝ' જહાજ પર દરોડા પાડ્યા પછી 3 ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરી હતી. આર્યન અત્યારે મુંબઈમાં આર્થર રોડ જેલમાં બંધ છે. તેણે ગયા સપ્તાહે જામીન માટે મિજિસ્ટ્રેટ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટે કહ્યું હતું કે, જામીન અરજી પર વિચાર કરવાનો તેમનો અધિકાર નથી. ત્યારબાદ આર્યને વિશેષ કોર્ટમાં અરજી કરી હતી.
આ પણ વાંચો- સલમાન ખાને સાચી પાડી શાહરૂખ ખાનની આ વાત, જૂઓ વાયરલ વીડિયો
આર્યન પાસેથી કોઈ નશીલા પદાર્થન નથી મળ્યાઃ બચાવ પક્ષ
આર્યન ખાને પોતાની અરજીમાં કહ્યું હતું કે, તે નિર્દોષ છે અને તેણે કોઈ ગુનો નથી કર્યો. તેને આ મામલામાં ફસાવવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, એ બતાવવા માટે રેકોર્ડમાં કંઈ પણ નથી કે, અરજીકર્તા (આર્યન ખાન) કોઈ પણ નશીલા પદાર્થના ઉત્પાદન, નિર્માણ, પાસે રાખવા, વેચાણ કે ખરીદીથી જોડાયેલો છે. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે, આર્યન ખાન પાસે કોઈ પણ આપત્તિજનક નશીલા પદાર્થ કે કોઈ અન્ય સામગ્રી નહતી મળી. તથા તે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને તે ફરાર થવાની કોઈ સંભાવના નથી. આર્યન ખાનના વકીલ અમિત દેસાઈએ જ્યારે સોમવારે જામીન અરજીનો ઉલ્લેખ કર્યો તો NCBના વકીલો એ. એમ. ચિમલકર અને અદ્વૈત સેઠનાએ જવાબ આપવા અને એફિડેવિટ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય આપવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ મામલાની તપાસ હજી ચાલુ છે. એજન્સી દ્વારા ઘણી સામગ્રી પણ એકત્રિત કરવામાં આવી છે અને આ સ્તર પર એ જોવાની જરૂર છે કે, શું આર્યન ખાનને જામીન પર છોડવાના મામલાની તપાસમાં અડચણ આવશે કે નહીં.
આર્યનને જામીન આપવાથી NCBની તપાસ બંધ નહીં થાયઃ બચાવ પક્ષ
આરોપી આર્યન ખાનના વકીલ અમિત દેસાઈએ કહ્યું હતું કે, આર્યનને જામીન પર છોડવાથી તપાસ બંધ નહીં થઈ જાય. NCB તપાસ ચાલુ રાખી શકે છે. આ તેમનું કામ છે, પરંતુ આર્યનને કસ્ટડીમાં રાખવો જરૂરી નથી. કારણ કે, તેની પાસેથી કંઈ પણ મળ્યું નથી. આર્યન ધરપકડ પછી એક સપ્તાહથી NCBની કસ્ટડીમાં છે અને 2 વખત તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તેને જેલમાં રાખવાની શું જરૂર છે? આપને જણાવી દઈએ કે, આર્યન ખાન સામે NDPS અધિનિયમની ધારા 8 (સી), 20 (બી), 27, 28, 29 અને 35 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. NCBએ આ કેસમાં અત્યાર સુધી 20 લોકોની ધરપકડ કરી છે.
શું છે સમગ્ર મામલો?
2 ઓક્ટોબરની રાત્રે, ઝોનલ ઓફિસર સમીર વાનખેડેની આગેવાની હેઠળ NCBની એક ગુપ્ત ટીમે મુંબઈ કિનારે ગોવા જઈ રહેલા કાર્ડેલિયા શિપ પર ડ્રગ્સની પાર્ટીમાં દરોડો પાડ્યો હતો. NCB ને જહાજ પર ડ્રગ્સ પાર્ટી રાખવામાં આવી હોવાની ગુપ્ત માહિતી મળી હતી, જેના વિના NCB ની ટીમ વેશમાં વહાણમાં ઓચિંતો છાપો મારવામાં આવી હતી. તે જ સમયે, આ દરોડામાં એનસીબીએ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત સાત લોકોને પકડ્યા હતા. થોડા દિવસો માટે એનસીબી કસ્ટડીમાં રાખવામાં આવ્યા બાદ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધા બાદ આર્યન ખાનને મુંબઈની સૌથી મોટી આર્થર રોડ જેલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: