ETV Bharat / sitara

ડ્રગ્સ કેસમાં પકડાયેલા આર્યન ખાનને પૂછવામાં આવ્યું 'ઘરનું ભોજન જોઇએ છે?', આપ્યો આવો જવાબ - આર્યન ખાન ડ્રગ્સ કેસ

NCBએ શનિવારે રાત્રે મુંબઈથી ગોવા જતી ક્રુઝ શિપ (Mumbai To Goa Cruise Drugs Party) પર હાઈ પ્રોફાઈલ ડ્રગ્સ પાર્ટી (High profile drugs party) પર દરોડા પાડ્યા હતા, જેમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી એક શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન (Aryan Khan, son of Shah Rukh Khan) છે. આર્યનને 7 ઑક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આર્યનને જ્યારે ઘરના ભોજન વિશે પૂછવામાં આવ્યું તો તેણે આભાર માનતા 'ના' કહી હતી.

આર્યન ખાનને પૂછવામાં આવ્યું 'ઘરનું ભોજન જોઇએ છે?', આપ્યો આવો જવાબ

author img

By

Published : Oct 5, 2021, 1:32 PM IST

  • આર્યન ખાન 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં
  • આર્યન ખાને ઘરના ભોજન માટે કહી 'ના'
  • શાહરુખ ખાન સાથે ફોન પર થઈ 2 મિનિટ વાત

મુંબઈ: લગભગ 72 કલાક અથવા સરળ શબ્દોમાં કહીએ તો શનિવાર મોડી રાતથી શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન એનસીબી કસ્ટડી (NCB Custody)માં છે. હવે ફરીવાર 3 દિવસની પોલીસ કસ્ટડી રિમાન્ડ મળી ગયા બાદ આર્યન સાથે NCBના અધિકારી પૂછપરછ (NCB officials interrogating Aryan) કરી રહ્યા છે. કોર્ટનો આ નિર્ણય આર્યન માટે મુશ્કેલીભર્યો છે.

NCBની તપાસમાં સહયોગ કરી રહ્યો છે આર્યન

આર્યન કસ્ટડીથી ચિંતિત જરૂર છે, પરંતુ આ દરમિયાન તેમણે NCBની તપાસમાં સહયોગ આપ્યો છે. તે NCBના પ્રશ્નોના જવાબ આપી રહ્યો છે. આ દરમિયાન આર્યન અને અરબાઝ મર્ચન્ટને સામસામે પણ લાવવામાં આવ્યા. આર્યન ખાનને બલાર્ડ એસ્ટેટમાં NCB ઑફિસના બીજા માળે રાખવામાં આવ્યો છે.

શાહરુખ ખાન સાથે 2 મિનિટ ફોન પર થઈ વાત

NCB સૂત્રો પ્રમાણે આર્યન ખાનને NCBના મેસનું બનેલું ભોજન જમવા માટે આપવામાં આવ્યું. આ કસ્ટડી દરમિયાન આર્યનને ઘરેથી મોકલવામાં આવેલા કપડા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. નિયમ પ્રમાણે ઘરેથી ભોજન ઉપલબ્ધ કરાવવા માટે કોર્ટની પરવાનગીની જરૂરિયાત હોય છે, જે હાલ આર્યન ખાન તરફથી નથી લેવામાં આવી. આર્યનની ધરપકડ બાદ સોમવારના શાહરુખ ખાન સાથે તેની લેન્ડલાઇન ફોનથી 2 મિનિટ વાત કરાવવામાં આવી હતી.

ઘરના ભોજન માટે આર્યને કહી 'ના'

આર્યન ખાનની મુલાકાત કોર્ટની બહાર અરબાઝ મર્ચન્ટના પિતા સાથે પણ થઈ હતી. તેમણે આર્યનને પૂછ્યું હતું કે, "શું અમે તારા માટે ઘરેથી બનાવેલું ભોજન લાવીએ?" તેના જવાબમાં આર્યને કહ્યું હતું, "ના, આભાર." ઉલ્લેખનીય છે કે NCBએ શનિવારે રાત્રે મુંબઈથી ગોવા જતી ક્રુઝ શિપ પર હાઈ પ્રોફાઈલ ડ્રગ્સ પાર્ટી પર દરોડા પાડ્યા હતા અને મોટી માત્રામાં માદક દ્રવ્યો જપ્ત કર્યા હતા. આ ઓપરેશનમાં 3 મહિલાઓ સહિત કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં બોલીવુડ અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનો પણ સમાવેશ થાય છે. બાદમાં રવિવારે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મૂનમૂન ધામેચાને કાલા કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

કોર્ટે જામીન અરજી ફગાવી

ગઈકાલે વકીલ સતીશ માનેશિંદેએ ફોર્ટ કોર્ટમાં આર્યનનો બચાવ કર્યો હતો. જામીન અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે આજે જામીન અરજી ફગાવી દીધી હતી. આર્યન ખાન સાથે અરબાઝ મર્ચન્ટ અને મૂનમૂન ધામેચાને 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ડ્રગ્સ કેસમાં આર્યન ખાન 7 ઑક્ટોબર સુધી કસ્ટડીમાં

આ પણ વાંચો: ડ્રગ્સ પાર્ટીમાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત હાઈપ્રોફાઈલ લોકોને ડ્રગ્સ પાર્ટીમાં પકડનારા સમીર વાનખેડે કોણ છે? જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.