મુંબઇ: બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાના પુત્રનો આજે પહેલો જન્મદિવસ છે. આ ખાસ પ્રસંગે અર્જુન અને ગેબ્રિએલા ખુબ ખુશ છે. ત્યારે, બંનેએ પહેલીવાર પુત્રને લોકોથી રૂબરૂ કરાવ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અર્જુન અને ગેબ્રિએલાએ આજે તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પુત્રના ફોટા શેર કર્યા છે. જેમાં અરિક ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે.
અર્જુને અરિકનો ફોટો શેર કરતા લખ્યું કે, "આજે અરીકનો પહેલો જન્મદિવસ છે અને ઇન્સ્ટાગ્રામના પરિવાર સાથે રૂબરૂ થવાનો પણ સમય છે. ધૈર્ય રાખવા અને અમને ખૂબ પ્રેમ આપવા બદલ તમારો આભાર. છોટા રામપાલ અરિકને મળો. જન્મદિવસની શુભેચ્છા મારા અરીક."
ગેબ્રિએલાએ પણ તેના બાળકના કેટલાક સુંદર ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તેણે લખ્યું, ‘મારા જીવનના પ્રેમને જન્મદિવસની શુભેચ્છા. ખુબ પ્રેમ આપવા બદલ આભાર.’
- View this post on Instagram
My babies... thank you my super talented @mahikaarampal for this lovely video. #happybirthdayArik
">
ગેબ્રિએલાએ વધુમાં લખ્યું, ‘તમને મોટા થતા જોઈને મને ખૂબ આનંદ થાય છે. અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ અને અમે ખૂબ ખુશનસીબ છીએ અરીક’
ઉલ્લેખનીય છે કે, અર્જુન રામપાલની વર્ષ 2018માં ગેબ્રિએલા સાથે મુલાકાત થઈ હતી. ગેબ્રિએલા દક્ષિણ આફ્રિકાની એક મોડલ છે. ગેબ્રિએલા અને અર્જુનનો પુત્ર અરિકનો જન્મ 2019માં થયો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અર્જુનના વર્કફ્રન્ટની વાત કરીએ તો,તે છેલ્લે જેપી દત્તાની ફિલ્મ 'પલટન'માં જોવા મળ્યો હતો. આ સાથે તે આ દિવસોમાં વેબ સિરીઝમાં પણ કામ કરી રહ્યો છે.