ETV Bharat / sitara

અનુષ્કા શર્માએ પોતાની પહેલી વેબ સીરિઝનું ટિઝર કર્યુ શેર - બૉલીુવડ ન્યૂઝ

અભિનેત્રી અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં પોતાના પ્રોડક્શનમાં બનેલી એક વેબ સીરિઝનું ટીઝર શેર કર્યુ છે.

Etv Bharat
Anushka Shrma
author img

By

Published : Apr 21, 2020, 6:32 PM IST

મુંબઈઃ બૉલીુવડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પોતાની આગામી વેબ સીરિઝનું ટિઝર સોશિયલ મીડિયામાં શેર કર્યુ છે.

અનુષ્કા શર્માએ પોતાના પ્રોડક્શન હાઉસની નવી સીરિઝની એક ઝલક સોશિયલ મીડિયામાં શૅર કરી છે. જોકે હજી સુધી આ સીરિઝનું નામ જાહેર થયું નથી. આ સીરિઝ એમેઝોન પ્રાઈમ ઓરિજિનલ પર સ્ટ્રીમ થશે. અનુષ્કાના હોમ પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સે આ સીરિઝ પ્રોડ્યૂસ કરી છે. આ સીરિઝ કોપ બેઝ્ડ ઈન્વેસ્ટિગેશન ડ્રામા છે.

જોકે આ સીરિઝમાં અનુષ્કા શર્માએ એક્ટિંગ કરી નથી. અનુષ્કા શર્માએ વીડિયો શેર કરીને કહ્યું હતું, સબ બદલેગા, સમય, લોગ ઔર લોક. વીડિયોની શરૂઆતમાં એક શહેર જોવા મળે છે અને સ્ક્રીન પર લોહીની ધાર જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે અને તે કહે છે, દિન ગિનના શુરુ કર દો. ધરતી કા કાનૂન બદલને ઘુસ આયે હૈં કુછ ઐસે કીડે જો ફેલાયેંગે ઝહર, બહાયેંગે ખૂન ઔર બદલ દેંગે ઈસ ધરતી લોક કો પાતાલ લોક મેં.

આ સીરિઝમાં જયદિપ અહાલવત, નીરજ કાબી, ગુલ પનાગ તથા સ્વસ્તિકા મુખર્જી જેવા કલાકારો જોવા મળશે. આ સીરિઝને પ્રોષિત રોયે ડિરેક્ટ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.