મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ‘પાતાલ લોક’ની સફળતા બાદ તેના આગામી પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી.
અનુષ્કાએ તેના હોમ પ્રોડકશનની ફિલ્મ ‘બુલબુલ’નું મોશન પોસ્ટર શેર કર્યુ છે. આ ફિલ્મ નેટફલીક્સ પર 24 જૂને રિલીઝ થશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ ફિલ્મના પોસ્ટરમાં એક યુવતી ઝાડની ડાળીઓ કૂદીને જઈ રહેલી જોવા મળે છે. ફર્સ્ટ લુક શેર કરતા અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું, “બુલબુલનો ફર્સ્ટ લુક. આ એક સુંદર વાર્તા છે. આત્મ-શોધ અને ન્યાય વિશે. જે ઘણા રહસ્યો અને દાવપેચ ધરાવે છે. ખૂબ જ જલ્દી જોવા મળશે નેટફલીકસ પર.”
આ ફિલ્મમાં અવિનાશ તિવારી, તૃપ્તિ ડીમરી, પરમવ્રત ચેટરજી અને રાહુલ બોઝ જોવા મળશે.