મુંબઈ: અભિનેત્રી અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ દ્વારા હાલમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘પાતાલ લોક’ જે એમેઝોન પ્રાઈમ વીડિયો પર છે અને બીજી ફિલ્મ ‘બુલબુલ’ જે નેટફ્લિક્સ પર છે તેને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.
આ અંગે અનુષ્કાએ જણાવ્યું હતું કે “હું અને મારો ભાઈ કરણેશ અમારા પ્રોડક્શન હાઉસ દ્વારા દર્શકોને સતત કંઇ નવું આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારો આ પ્રયાસ દર્શકોને પસંદ આવી રહ્યો છે એ વાતનો મને આનંદ છે.”
"મારી બોલીવૂડની કારકિર્દી દરમિયાન મેં એવી જ ફિલ્મોની પસંદગી કરી છે કે જેનાથી એક અલગ દૃષ્ટિકોણ ઉભો થાય અને ક્લીન સ્લેટ ફિલ્મ્સ દ્વારા સ્ક્રિપ્ટની પસંદગી કરતી વખતે પણ અમે આ વાતનું ધ્યાન રાખીએ છીએ.
અમારી ઇચ્છા છે કે આવનારા પ્રોજેક્ટ્સ દ્વાર પણ અમે દર્શકોને નવતર મનોરંજન પૂરું પાડી શકીએ." અનુષ્કાએ કહ્યું.