મુંબઇઃ બૉલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની પ્રોડક્શન કંપની ક્લીન સ્લેટ ફિલ્મ્સના બેનર હેઠળ હાલની વેબ સીરીઝ 'પાતાલ લોક' જેટલી ખ્ચાતિ મળી રહી છે, તેટલી જ તેની ટીકા પણ કરવામાં આવી રહી છે. હવે સીરીઝમાં ઉપયોગ કરાયેલા એક વિવાદાસ્પદ ડાયલૉગ માટે અભિનેત્રીને લીગલ નોટિસ મોકલવામાં આવી છે.
![Etv Bharat, Gujarati News, Bollywood News, ANUSHKA SHARMA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7284600_anushkapatallok-2.jpg)
ગિલ્ડના સભ્ય અને એડવોકેટ વીરેન શ્રી ગુરુંગે આ કેસમાં અભિનેત્રીને કાનૂની નોટિસ મોકલી છે. વકીલના જણાવ્યા અનુસાર સીરીઝના બીજા ભાગમાં એક ડાયલૉગ છે જે આખા નેપાળી સમુદાયનું અપમાન કરે છે.
વકીલે કહ્યું, 'વીડિયો ક્લિપમાં પૂછપરછ દરમિયાન લેડી પોલીસ ઓફિસર નેપાળી પાત્ર પર જાતિવાદી દુર્વ્યવહારનો ઉપયોગ કરે છે. જો ફક્ત નેપાળી શબ્દનો ઉપયોગ થતો હોત તો તેમાં કોઈ સમસ્યા નહોતી, પરંતુ તે પછીનો શબ્દ સ્વીકારી શકાતો નથી. અનુષ્કા આ શોની નિર્માતા હોવાથી અમે તેને નોટિસ મોકલી છે. અત્યારે અભિનેત્રી તરફથી કોઈ પ્રતિક્રિયા કરવામાં આવી નથી.
-
This web series is an anti hindu they r all just trying to project hindu as the most pervert and a vandal...
— shivank Tiwari (@shanu025) May 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Shame on the creators and producer @AnushkaSharma
Ban #Patallok pic.twitter.com/JDsl0MZPYQ
">This web series is an anti hindu they r all just trying to project hindu as the most pervert and a vandal...
— shivank Tiwari (@shanu025) May 16, 2020
Shame on the creators and producer @AnushkaSharma
Ban #Patallok pic.twitter.com/JDsl0MZPYQThis web series is an anti hindu they r all just trying to project hindu as the most pervert and a vandal...
— shivank Tiwari (@shanu025) May 16, 2020
Shame on the creators and producer @AnushkaSharma
Ban #Patallok pic.twitter.com/JDsl0MZPYQ
એવી પણ માહિતી મળી છે કે, સીરીઝમાં ઉપયોગમાં લેવાતા આ ડાયલૉગથી ગોરખા સમુદાયમાં પણ રોષ જોવા મળ્યો છે અને તેમના વતી સીરીઝ પર પ્રતિબંધ મુકવા માટે 18 મી મેથી ઓનલાઇન અરજી શરૂ કરવામાં આવી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
રિલીઝના દિવસથી જ ટ્વિટર દ્વારા હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂકવાની અને હિન્દુ સમુદાયની ભાવનાઓને દુભાવવા બદલ અનુષ્કા શર્માની માફી માંગવાની માંગ કરવામાં આવી રહી છે.
એમેઝોન પ્રાઇમ પર 15 મેના રોજ રિલીઝ થયેલી સીરીઝમાં જયદિપ આહલાવત, નીરજ કબી, અભિષેક બેનર્જી અને ગુલ પનાગ મહત્વની ભૂમિકામાં છે.