સફેદ બરફની ચાદરમાં કાળા કોર્ટમાં વિરાટ તો અનુષ્કા બ્રાઈટ ઓરેન્જ રંગના ગરમ સૂટમાં દેખાઈ રહી છે. વિરાટ અને અનુષ્કા બન્ને ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. આ કપલ હાલ સ્વિટ્ઝરલેન્ડમાં વેકેશનની મજા માણી રહ્યું છે. તેમના ફોટોઝ સ્તાહ શહેરના છે.
વ્યસ્ત શેડયૂલ હોવા છતાં પણ બન્ને એકબીજા માટે ટાઈમ ફાળવવાનું ચૂકતા નથી. આ પહેલા બન્નેએ ભૂટાન ટ્રીપની મજા લીધી હતી. તેમના તે ફોટોને પણ વિરૂષ્કા ફેન્સે ખુબ જ વખાણ્યો હતો. ભૂટાન ટ્રીપ દરમિયાન અનુષ્કાએ ત્યાની ખુબસૂરતી, શાંતિ અને પ્રાકૃતિક નજારાના ફોટોઝ શેર કર્યા હતા.