હાલમા જ અભિનેત્રી અનુષ્કા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના બાળપણની એવી તસવીર શેયર કરી છે, જેને જોઈને તમને પણ તેના પર પ્રેમ આવશે. અભિનેત્રીના એક ફોટો પર વિરાટે કોમેન્ટ કરી છે. વિરાટે પત્નીની તસવીર પર દિલ બનાવીને તેના પ્રેમનો ઈજહાર કર્યો હતો. તો સાથે જ જરીન ખાન અને આયુષ્યમાન ખુરાનાએ પણ અનુષ્કાની તસવીરને ક્યુટ કહીને કોમેન્ટ કરી હતી.
આ પહેલા પણ અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તેની તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં અભિનેત્રી બીચ પર મસ્તી કરતી જોવા મળી હતી. તસવીર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યુ કે, વોટર બેબી.