ETV Bharat / sitara

અનુષ્કા શર્માએ પશુ-પંખીઓ અને છોડ પ્રત્યે પ્રેમાળ વર્તન દાખવવા વિનંતી કરી - બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા

આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ લોકોને પશુ-પંખીઓ અને છોડ પ્રત્યે સહાનુભૂતિ રાખવા વિનંતી કરી હતી.

અનુષ્કા શર્માએ પશુ-પંખીઓ અને છોડ પ્રત્યે પ્રેમાળ વર્તન રાખવાની વિનંતી કરી

author img

By

Published : Jun 3, 2020, 8:44 PM IST

મુંબઈ: બોલિવૂડની જાણીતી અભિનેત્રી-નિર્માત્રી તથા પ્રાણીપ્રેમી અનુષ્કા શર્માએ લોકોને પ્રાણીઓ અને છોડ સાથે માનવતા અને સહાનુભૂતિપૂર્વક વર્તવાની વિનંતી કરી છે.

''મારી એવી ઈચ્છા છે કે આપણે સૌ વૃક્ષો-છોડ તથા પ્રાણીઓને પણ એટલું જ મહત્વ આપીએ જેટલું માનવજાતને આપીએ છીએ. તેઓ પણ પ્રકૃતિઓનો અગત્યનો ભાગ છે."

આગામી 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નજીક આવી રહ્યો છે. ત્યારે NH10ની અભિનેત્રી તમામને આ અપીલ કરી જણાવી રહી છે કે,'' હું ઈચ્છુ છું કે આપણે તેમને લુપ્ત થનાર પ્રજાતિ તરીકે ન ગણીએ કારણ કે છેવટે તો આપણે બધા એક છીએ. હું એક ક્લાઈમેટ વોરિયર છુ. શું તમે છો?"

આ સાથે જ અનુષ્કાએ અભિનેત્રી ભૂમિ પેડનેકરને સમર્થન આપ્યું છે. જે આબોહવા પરિવર્તનની ઘાતક અસરો અંગે લોકોને જાગૃત કરવા એક કેમ્પેઈન ચલાવી રહી છે, જેનું નામ છે, 'વન વિશ ફોર ધ અર્થ'. અનુષ્કા સાથે અક્ષયકુમાર અને અમિતાભ બચ્ચન પણ ટ્વીટર દ્વારા આ કેમ્પેઈનને સમર્થન આપી રહ્યા છે. અક્ષય કુમારે હાલમાં જ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે આબોહવા પરિવર્તન અંગે માહિતી આપતા લોકોને વધુએ વધુ વૃક્ષો વાવવાની અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.