મુંબઇ: 13 જુલાઇ 2001નો દિવસ મારા માટે ખાસ છે તેમ પ્રખ્યાત બોલીવૂડ દિગ્દર્શક અનુભવ સિંહા જણાવી રહ્યા છે. આ દિવસે તેમની પ્રથમ ફિલ્મ 'તુમ બિન' રિલીઝ થઇ હતી. જે દર્શકો તરફથી ખૂબ પ્રશંસા પામી હતી. આ દિવસ પછી તેમની જિંદગી બદલાઇ ગઇ તેવું અનુભવનું કહેવું છે.
અનુભવે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. આ ફિલ્મમાં પ્રિયાંશું ચેટરજી, સંદલી સિંહા, હિમાંશુ મલિક અને રાકેશ વશિષ્ઠ મુખ્ય પાત્ર ભજવ્યું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અનુભવે પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું, “કેટલીક ફિલ્મો ચાલે છે અને કેટલીક નથી ચાલતી, ઘણી ઓછી ફિલ્મો એવી હોય છે કે, જે લાંબા સમય સુધી દર્શકોના માનસમાં પોતાની છાપ છોડવામાં સફળ રહે છે. હું ભાગ્યશાળી છું કે મારી પ્રથમ ફિલ્મ 'તુમ બિન'ને 19 વર્ષ સુધી દર્શકોનો પ્રેમ મળતો રહ્યો.”
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં આ ફિલ્મની સિક્વલ પણ આવી હતી.