મુંબઈઃ શેખર કપૂરની 'મિસ્ટર ઈન્ડિયા'એ 34 વર્ષ પૂરા કર્યા. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય અભિનેતા અનિલ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો શેર કર્યો અને ફેન્સને ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક યાદગાર વાતો શેર કરી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેતાએ લખ્યું કે, 'મિસ્ટર ઈન્ડિયા હંમેશા મારા માટે એક મહત્વપૂર્ણ ફિલ્મ રહેશે. જ્યારે હું 'જીંદગી કી યહી રીત હૈ' ગીતની ધૂન સાંભળતો હતો, ત્યારે હું તેમાં કિશોર-દાના અવાજની કલ્પના કરતો હતો. તે સમયે કિશોર કુમાર અને લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે કામ કરવા માંગતા ન હતા. કિશોર-દા સાથે સંપર્ક કરવામાં પણ મહિનાઓનો સમય લાગ્યો હતો.'