ETV Bharat / sitara

એક સમયે અમિતાભ બચ્ચનને પણ આપવો પડ્યો હતો લુક ટેસ્ટ, ફોટો થઈ રહ્યો છે વાઈરલ

author img

By

Published : Jul 19, 2021, 12:37 PM IST

હિન્દી સિનેમાના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)અત્યારે ફિલ્મોમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. ત્યારે અમિતાભ બચ્ચને હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક જૂનો ફોટો શેર કર્યો હતો, જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ફોટો વર્ષ 1969નો છે. આ સાથે જ અમિતાભ બચ્ચને પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન
  • અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો જૂનો ફોટો
  • અમિતાભ બચ્ચને વર્ષ 1969નો ફોટો શેર કરીને પોતાનો અનુભવ શેર કર્યો
  • અમિતાભ બચ્ચને રેશ્મા ઓર શેરા ફિલ્મના લુક ટેસ્ટ સમયનો ફોટો કર્યો શેર

    અમદાવાદઃ હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓ કોઈ પણ ફોટો કે વીડિયો શેર કરે તે ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ જાય છે. ત્યારે હાલમાં જ અમિતાભ બચ્ચને ફરી એક વાર એક જૂનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ ફોટો વર્ષ 1969નો છે. આ ફોટોના કેપ્શનમાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, 'રેશ્મા ઓર શેરા' ફિલ્મ માટે મારો લુક ટેસ્ટ અને હું તેમાં સિલેક્ટ થઈ ગયો હતો. આ ફોટોમાં અમિતાભ બચ્ચન કુર્તા, માથે પાઘડી, કાનમાં બુટ્ટી, નેકપીસ અને આછી મૂંછ સાથે જોવા મળી રહ્યા છે. તેમના આ ફોટો પર રણવીર સિંહ, સિદ્ધાંત કપૂર અને સોનુ સુદ સહિત અનેક કલાકારોએ કમેન્ટ કરી હતી.

    રેશ્મા ઓર શેરા (Reshma Aur Shera) ફિલ્મમાં અમિતાભ છોટુના રોલમાં હતા

અમિતાભ બચ્ચને શેર કરેલો ફોટો 'રેશ્મા ઓર શેરા' ફિલ્મનો છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સુનિલ દત્ત અને વહીદા રહેમાન હતા. આ સાથે જ ફિલ્મમાં વિનોદ ખન્ના, રાખી, રણજિત અને અમરીશ પૂરી જેવા દિગ્ગજ કલાકાર હતા. આ ફિલ્મમાં અમિતાભે 'છોટુ'નો રોલ કર્યો હતો. આમ, અમિતાભ બચ્ચન અવારનવાર પોતાના જૂના ફોટોઝ શેર કરતા રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.