મુંબઇઃ કોરોના વાયરસના વધતા જતાં ભયને કારણે સમગ્ર બૉલિવૂડ સેલેબ્સ પણ સાવચેત થયા છે અને પોતાના પ્રશંસકોને અગમચેતીના પગલા વિશે જણાવી રહ્યા છે. બૉલિવૂડના શહેનશાહે અમિતાભ બચ્ચને પણ એક ફોટો ટ્વીટ કરીને ઘરમાં સુરક્ષિત રહેવા જણાવ્યું હતું. અમિતાભ બચ્ચને ટ્વીટર પર પોતાના હાથનો ફોટો શેર કર્યો હતો, જેમાં 'હોમ કોરોન્ટેડ'નો સ્ટેમ્પ લગાવેલો હતો.
મંગળવારે મોડી રાત્રે અભિનેતાએ પોતાાન હાથમાં 'હોમ કોરોન્ટેડ'ના સ્ટેમ્પ સાથેનો ફોટો ટ્વીટર પર શેર કર્યો હતો.
"T 3473- પોતાના હાથમાં વૉટર ઇંકથી કરેલા સ્ટેમ્પમાં લખ્યું હતું કે, મુંબઇમાં... સુરક્ષિત રહો, સાવચેત રહો, જો કોરોનાના લક્ષણ જણાય તો અલગ-અલગ રહેવું...''એમ તેણે પોસ્ટ કર્યું હતું.
અમિતાભ બચ્ચન સક્રિય રીતે પોતાના સોશિયલ મીડિયા પર કોરોના વાયરસ અંગે પોસ્ટ કરી રહ્યાં છે. તેમણે થોડા દિવસ પહેલા જ એક કવિતાનો વીડિયો શેર કર્યો હતો. આ ઉપરાંત પોતાની 37 વર્ષ જૂના સન્ડે દર્શન કાર્યક્રમને પણ રદ કર્યો હતો.
પ્રખ્યાત એક્ટર દિલિપ કુમારે પણ સોમવારે કહ્યું હતું કે, 'સંપૂર્ણ રીતે આઇસોલેશન હેઠળ છું' કોરોના વાયરસથી બચવા માટે એક સાવચેતીના ભાગે આ નિર્ણય લીધો છે.
આ દરમિયાન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને તેના ટ્વિટર હેન્ડલ પર બચ્ચનના 'શબ્દ ફેલાવવા' બદલ આભાર માન્યો હતો. 'હોમ કોરન્ટાઇન'.
આ ઉપરાંત દિગ્ગજ ગાયક અનુપ જલોટાએ મંગળવારે કહ્યું હતું કે, તે કોરોના વાયરસ રોગચાળાને પગલે નિવારક પગલા તરીકે મુંબઈની એક હોટલમાં છે. બુધવારે વહેલી સવારે મુંબઈમાં એક કોન્સર્ટ માટે યુરોપથી આવેલા 66 વર્ષીય ગાયકને ટૂંક સમય માટે અંધેરીની એક હોટલમાં લઈ જવામાં આવ્યા હતા.