- શૂટિંગની શરુઆત ડિસેમ્બર 2019માં કરવામાં આવી હતી
- એસ.હુસેન ઝૈદી દ્વારા લખાયેલા માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ પુસ્તક પર આધારિત આ ફિલ્મ
- આલિયાએ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મને લાઈફ ચેન્જીગ અનુભવ ગણાવી
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): બૉલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીએ તેમની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ પૂરુ કર્યુ છે, જેની શરુઆત ડિસેમ્બર 2019માં કરવામાં આવી હતી. આલિયા અને ભણસાલી પ્રોડક્શન્સ દ્વારા ગંગુબાઈના અંતિમ દિવસની જાહેરાત તસવીરો અને કેપ્શન સાથે સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી. એસ.હુસેન ઝૈદી દ્વારા લખાયેલા માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ પુસ્તક પર આધારિત આ ફિલ્મમાં કાઠિયાવાડના એક વેશ્યાલયની માલિક ગંગુબાઈ કોઠેવાલી નામની છોકરીનો જીવનયાત્રા દર્શાવવામાં આવી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: કોર્ટે સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટને 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે સમન્સ મોકલ્યું
આલિયા ભટ્ટનો લાઈફ ચેન્જીગ અનુભવ
ઇન્સ્ટાગ્રામ પર આલિયાએ લખ્યું હતું કે, "અમે 8 મી ડિસેમ્બર 2019 ના રોજ ગંગુબાઈનું શૂટિંગ શરૂ કર્યું હતું અને આજે 2 વર્ષ પછી આ ફિલ્મ વ્રેપ કરી છે! નિર્માણ દરમિયાન આ ફિલ્મ અને તેનો સેટ બે લોકડાઉન અને બે ચક્રવાતમાંથી પસાર થયા છે, દિગ્દર્શક અને અભિનેત્રી બન્ને કોવિડ પોઝિટીવ આવ્યા.. આ દરેક મુસીબતોનો મળીને એક અન્ય ફિલ્મ બની શકે”. આલિયાએ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મને લાઈફ ચેન્જીગ અનુભવ તરીકે ગણાવી છે, કારણ કે, SLB (Sanjay Leela Bhansali) સાથે કામ કરવાથી તેના વ્યક્તિત્વમાં ધણો બદલાવ આવ્યો છે.
આ પણ વાંચો: 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મના ટીઝર પહેલા પોસ્ટર રિલીઝ, આલિયાનો નવો અંદાજ
આલિયાએ માન્યો દરેકનો આભાર
28 વર્ષીય અભિનેત્રીએ વધુમાં લખ્યું છે કે, "પરંતુ આ બધાથી વધુ .. આ એક જીવનપરિવર્તક અનુભવ રહ્યો છે! SLBના દિગ્દર્શન હેઠળ કામ કરવું એ હંમેશથી મારું સ્વપ્ન રહ્યું છે, પણ હું કાંઈ વિચારતો નથી. મેં મારી આ 2 વર્ષની જર્ની માટે કોઈ ખાસ તૈયારી કરી ન હતી, છતાં આજે હું આ સેટમાંથી એક અલગ વ્યક્તિ તરીકે બહાર નીકળીશ! આઈ લવ યુ, સર! તમારા સપોર્ટ બદલ આભાર, ખરેખર તમારા જેવું કોઈ નથી. એક ફિલ્મ તેના ભાગનો અંત તેના સાથે સમાપ્ત થાય છે! "જ્યારે કોઈ ફિલ્મ પૂર્ણ થાય છે તેની સાથે તમારા અસ્તિત્વનો પણ એક ભાગ પૂર્ણ થતો હોય છે", આજે મેં મારો એક ભાગ ગુમાવ્યો છે. આઈ લવ યુ ગંગુ! હુ તને ખૂબ મિસ કરીશ ♥". તેણે તેની ટીમ, પરિવારજનો અને મિત્રોનો આભાર માન્યો હતો અને પ્રેમ સાથે આ નોંધ સમાપ્ત કરી લખ્યું હતું કે, "આ તમામ વિના કંઇ પણ શક્ય બન્યું ન હોત!"