ETV Bharat / sitara

બપ્પી લહેરી અને મોનાલિસા બાદ આલિયા ભટ્ટ પણ કોરોનાગ્રસ્ત - આલિયા ભટ્ટ કોરોના સંક્રમિત

ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ મુંબઈમાં કોરોનાના વધતા જતા સંક્રમણની વચ્ચે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રણબીર કપૂર કોરોના પોઝિટિવ થયા બાદ હવે આલિયા ભટ્ટ પણ કોરોના સંક્રમિત થઈ છે.

બપ્પી લહેરી અને મોનાલિસા બાદ આલિયા ભટ્ટ પણ કોરોનાગ્રસ્ત

author img

By

Published : Apr 2, 2021, 9:45 AM IST

Updated : Apr 2, 2021, 10:01 AM IST

  • રણબીર કપૂર કોરોના પોઝિટિવ થયા બાદ હવે આલિયા ભટ્ટ પણ કોરોના સંક્રમિત
  • વધતા જતા સંક્રમણની વચ્ચે ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ કોરોના પોઝિટિવ
  • આ પહેલા બોલીવુડ સિંગર બપ્પી લહેરી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું

મુંબઈ: કોરોનાના વધતા જતા સંક્રમણની વચ્ચે ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રણબીર કપૂર કોરોના પોઝિટિવ થયા બાદ હવે આલિયા ભટ્ટ પણ કોરોના સંક્રમિત થઈ છે.

આ પહેલા નિર્દેશક સંજય લીલા ભણસાલી કોરોનાની ઝપેટમાં આવ્યા હતા

આલિયાની નવીનતમ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના નિર્દેશક સંજય લીલા ભણસાલી પણ થોડા અઠવાડિયા પહેલા કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોરોનાની લહેરમાં ફિલ્મ, ટીવી ઉદ્યોગ અને રમતગમત સાથે સંકળાયેલી અનેક જાણીતી હસ્તીઓ આ ખતરનાક વાઇરસની પકડમાં આવી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, આમીરખાન, કાર્તિક આર્યન, વિકાસ મૈસે, મનોજ બાજપેયી, બપ્પી લેહરી, તારા સુતરીયા પછી આલીયા ભટ્ટનું નામ કોરોના સંક્રમિતના લિસ્ટમાં આવી ગયું છે.

આ પણ વાંચો: 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મના ટીઝર પહેલા પોસ્ટર રિલીઝ, આલિયાનો નવો અંદાજ

બિગ બોસ ફેમ મોનાલિસા પણ કોરોના પોઝિટિવ

આ બધાની વચ્ચે બિગ બોસ ફેમ મોનાલિસા પણ આજે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂતે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે, "હા મોનાલિસા કોરોના પોઝિટિવ છે, પરંતુ તેમને કોઈ લક્ષણો નથી. તે એસિમ્પટમેટિક અને ઘરે કવોરન્ટાઈન છે." આ પહેલા ગુરુવારે બોલીવુડ સિંગર અને મ્યુઝિશિયન બપ્પી લહેરી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બપ્પીની પુત્રી રીમા લહેરીએ આ માહિતી આપી હતી.

કોરોનાની અસર શૂટિંગ પર જોવા મળી

મુંબઈ ફિલ્મના ઘણા સ્ટારને કોરોના થઈ ગયો છે. જેને કારણે શૂટિંગ પર પણ અસર પણ જોવા મળી રહી છે. કાર્તિક આર્યનની ફિલ્મ ભુલ ભુલૈયા-2નું શૂટિંગ હજી યથાવત છે. ત્યારે કાર્તિક આર્યન કોરોના પોઝિટિવ ઠયો હતો. તે જ સમયે રિયાલિટી શો ડાન્સ દિવાનાના 18 ક્રૂ મેમ્બર્સ પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. ફિલ્મ ફેસિસનું રિલીઝિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યું કે, તે કોરોના પોઝિટિવ છે અને તે ઘરે જ કવોરન્ટાઈન હેઠળ છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર ચાહકોને જાણકારી આપી હતી. 28 વર્ષીય અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં માહિતી આપી કે તે હાલમાં તેના ડૉકટરો દ્વારા સૂચિબદ્ધ તમામ સલામતી પ્રોટોકોલનું પાલન કરે છે.

આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર ચાહકોને જાણકારી આપી

"હેલો ઓલ, હું કોરોના પોઝિટિવ છું. મેં તરત જ મારી જાતને અલગ કરી લીધી છે અને ઘરે જ કવોરન્ટાઈન હેઠળ રહીશ. હું મારા ડોકટરોની સલાહ હેઠળ સલામતીના તમામ પ્રોટોકોલનું પાલન કરું છું. તમારા બધા પ્રેમ અને સપોર્ટ માટે હું આભારી છું. કૃપા કરીને સુરક્ષિત રહો.

સુપ્રસિદ્ધ સંગીતકાર અને ગાયક બપ્પી લહેરી પણ કોરોનાગ્રસ્ત થયા હતા

આ પહેલા સુપ્રસિદ્ધ સંગીતકાર અને ગાયક બપ્પી લહેરી કોરોના વાઇરસના ભરડામાં આવી ગયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ માહિતી તેમની પુત્રી અને ગાયિકા રીમા લહેરી બંસલે આપી હતી. આ સાથે, સાવચેતી પગલાંના ભાગરૂપે 68 વર્ષીય ગાયકને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: કોર્ટે સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટને 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે સમન્સ મોકલ્યું

Last Updated : Apr 2, 2021, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.