- રણબીર અને આલિયા બાન્દ્રમાં ખરીદશે નવું ઘર
- ઘરને જોવા આવતા સમયે બંને કેમેરામાં થયા કેદ
- થોડા સમયમાં રણબીર અને આલિયા લગ્ન કરે તેવી શક્યતા
મુંબઈઃ આ અંગેની માહિતી હાલમાં જ મળી જ્યારે મંગળવારે આલિયા અને રણબીર બાન્દ્રામાં એકસાથે દેખાયા હતા. અહીં તેઓનું નવું ઘર બની રહ્યું છે, જ્યાં બંને એકસાથે રહેશે. આલિયા સાથે લગ્ન કરવા અંગે રણબીરે થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે, આ મહામારીના આવી હોત તો અત્યાર સુધી અમારા લગ્ન થઈ ગયા હોત. જ્યારે આલિયાએ કહ્યું હતું કે, અત્યારે હું 25 વર્ષની જ છું. અત્યારે લગ્ન કરવા એ ખૂબ જ ઝડપી પગલું હશે અને યોગ્ય ઉંમરે હું લગ્ન કરી લઈશ.
"બ્રહ્માસ્ત્ર" ફિલ્મમાં રણબીર અને આલિયાની જોડી પહેલી વખત જોવા મળશે
બંનેની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો આ વર્ષે રણબીર અને આલિયા બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં એકસાથે જોવા મળશે. આ ફિલ્મમાં બંને લોકો પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આ સાથે જ રણબીર શ્રદ્ધા કપુર સાથે પોતાની આગામી ફિલ્મનું પણ શૂટિંગ કરી રહ્યો છે.