મુંબઈ: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના નિધનથી આખું દેશ દુ:ખી છે. અભિનેતાના આ પગલાથી દરેકના મનમા સતત્ત સવાલો ઉભા કરી રહ્યો છે. સુશાંતના ચાહકો સહિત બોલિવૂડના ઘણા સેલેબ્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પાકિસ્તાની ગાયક અને અભિનેતા અલી ઝફરે સુશાંત સાથે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને સુશાંતને યાદ કર્યો હતો.અલીએ આ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે, "આ ફોટો શેર કરવા બદલ શબીનાનો આભાર... મને આ રાત યાદ છે... તેઓ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હતો. તે જીવનથી ભરેલો માણસ હતો અને તે હંમેશા હસતો રહેતો હતો."
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ તસવીરમાં સુશાંતની બેસ્ટ ફ્રેન્ડ રોહિણી અય્યરને પણ અલી ઝફર અને સુશાંત સિંહ રાજપૂત સાથે જોઇ શકાય છે. રોહિણીએ પણ તેની સાથે તસવીરો શેર કરીને સુશાંતના મોત પર દુ: ખ વ્યક્ત કર્યું હતું. આ સિવાય આ તસવીરમાં શબીના પણ જોવા મળી રહી છે.
અલી ઝફરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની મુખ્ય ફિલ્મોમાં 'કીલ દિલ', 'મેરે બ્રધર કી દુલ્હન', 'ચશ્મે બદદુર', 'ડિયર જિંદગી', 'તેરે બિન લાદેન', 'ટોટલ સિયાપા' અને 'લંડન પેરિસ ન્યૂયોર્ક' શામેલ છે.