- અક્ષય કુમારે 'પૃથ્વીરાજ'નું ટીઝર શેર કર્યું
- ફિલ્મમાં માનુષી છિલ્લર, સંજય દત્ત અને સોનુ સૂદ પણ મહત્વની ભૂમિકામાં
- કહાનીને મૂળ તથ્યોથી છેડછાડ કર્યા વગર દર્શાવવાનો પ્રયત્ન
મુંબઈ: અભિનેતા અક્ષય કુમારે (akshay kumar) સોમવારના કહ્યું કે, તેમની આવનારી ફિલ્મ 'પૃથ્વીરાજ' (prithviraj)માં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ (prithviraj chauhan)ના જીવનથી જોડાયેલા તથ્યો સાથે છેડછાડ કર્યા વગર, વાસ્તવિક રીતે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ મહાન સમ્રાટની બાહદુરી અને સાહસને એક શ્રદ્ધાંજલિ (tribute) છે. યશરાજ ફિલ્મ (yashraj film)ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ (akshay kumar as prithviraj)ની ભૂમિકામાં જોવા મળશે, જેમણે મોહમ્મદ ઘોરી (muhammad ghori)ના બર્બર આક્રમણનો બહાદુરીથી સામનો કર્યો હતો.
અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર ફિલ્મનો ટીઝર શેર કર્યું
-
A heroic story about pride and valour. Proud to play Samrat #Prithviraj Chauhan. Celebrate #Prithviraj with #YRF50 only at a big screen near you on 21st January’22.@ManushiChhillar @duttsanjay @SonuSood #DrChandraprakashDwivedi @yrf pic.twitter.com/GzNyMoTKux
— Akshay Kumar (@akshaykumar) November 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">A heroic story about pride and valour. Proud to play Samrat #Prithviraj Chauhan. Celebrate #Prithviraj with #YRF50 only at a big screen near you on 21st January’22.@ManushiChhillar @duttsanjay @SonuSood #DrChandraprakashDwivedi @yrf pic.twitter.com/GzNyMoTKux
— Akshay Kumar (@akshaykumar) November 15, 2021A heroic story about pride and valour. Proud to play Samrat #Prithviraj Chauhan. Celebrate #Prithviraj with #YRF50 only at a big screen near you on 21st January’22.@ManushiChhillar @duttsanjay @SonuSood #DrChandraprakashDwivedi @yrf pic.twitter.com/GzNyMoTKux
— Akshay Kumar (@akshaykumar) November 15, 2021
ફિલ્મ નિર્માણ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ફિલ્મનું નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદી (chandraprakash dwivedi)એ કર્યું છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટીઝર (prithviraj chauhan film teaser) શેર કર્યું છે. આ ફિલ્મ 21 જાન્યુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રજૂ થશે તેવી જાણકારી આપવામાં આવી છે. અક્ષય કુમારે એક નિવેદનમાં જણાવ્યું કે, "પૃથ્વીરાજ'ના ટીઝરમાં ફિલ્મની આત્મા, મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવનનો સારાંશ વસ્યો છે. એ સમ્રાટ જે કોઈથી પણ ડરતા નહોતા. આ તેમની વીરતા અને તેમના જીવનને અમારી શ્રદ્ધાંજલિ છે."
પૃથ્વીરાજ વિશે જેટલું વાંચું છું એટલો સ્તબ્ધ થઈ જાઉં છું - અક્ષય કુમાર
અક્ષયે જણાવ્યું કે, "તેમના વિશે જેટલું પણ વાંચું છું, એટલો વધારે સ્તબ્ધ થઈ જાઉં છું. કેવી રીતે અંતિમ શ્વાસ સુધી તેમણે પોતાના જીવનની દરેક ક્ષણનું પોતાના દેશ અને પોતાના મૂલ્યો માટે બલિદાન આપ્યું."
કહાનીને વાસ્તવિક રીતે રજૂ કરવાનો પ્રયત્ન
પૃથ્વીરાજને મહાન ગણાવતા અક્ષય કુમારે કહ્યું કે, દેશના સૌથી બહાદુર યોદ્ધા, ઈમાનદાર રાજાઓમાંથી એક હતા. તેમણે કહ્યું કે, અમે આશા કરીએ છીએ કે દુનિયાભરમાં ભારતીયોને આ બહાદુર પરાક્રમીને આપેલી અમારી આ શ્રદ્ધાંજલિ પસંદ આવશે. અમે તેમના જીવનની કહાનીને મૂળ તથ્યોથી છેડછાડ કર્યા વગર, વાસ્તવિક રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મ તેની અજોડ વીરતા અને સાહસને શ્રદ્ધાંજલિ છે.
માનુષી છિલ્લર આ ફિલ્મથી ડેબ્યૂ કરશે
ફિલ્મમાં સંજય દત્ત અને સોનૂ સૂદ પણ જોવા મળશે. મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લર આ ફિલ્મની સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરશે.
આ પણ વાંચો: 'મેરે પાસ માં હૈ'નાં શૂટીંગ માટે અમદાવાદ પહોંચી બોલીવુડ એકટર માધુરી દિક્ષીત
આ પણ વાંચો: લગ્નના સમાચાર વચ્ચે વિકી કૌશલની નવી ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'ની જાહેરાત, જુઓ FIRST LOOK