ETV Bharat / sitara

અક્ષય કુમારની 'રક્ષાબંધન' અને પ્રભાસની 'આદિપુરુષ' એકસાથે થિએટરમાં 11 ઓગસ્ટે ટકરાશે - અક્ષય કુમાર પ્રભાસ ફિલ્મ ક્લેશ

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષાબંધન' અને સાઉથના સુપરસ્ટાર બાહુબલી પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. આ બંને મોટી ફિલ્મો એક સાથે 11 ઓગસ્ટ 2022ના દિવસે ટકરાશે.

અક્ષય કુમારની 'રક્ષાબંધન' અને પ્રભાસની 'આદિપુરુષ' એકસાથે થિએટરમાં 11 ઓગસ્ટે ટકરાશે

author img

By

Published : Sep 27, 2021, 2:42 PM IST

  • અક્ષય કુમારની 'રક્ષાબંધન' અને પ્રભાસની 'આદિપુરુષ' એકસાથે થિએટરમાં ટકરાશે
  • બંને મોટી ફિલ્મો એકસાથે 11 ઓગસ્ટ 2022ના દિવસે રિલીઝ થશે
  • ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર આ અંગેની માહિતી શેર કરી હતી

મુંબઈઃ બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષા બંધન' અને સાઉથના સુપરસ્ટાર બાહુબલી પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. આ બંને મોટી ફિલ્મો એક સાથે 11 ઓગસ્ટ 2022ના દિવસે ટકરાશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર આ અંગેની માહિતી શેર કરી હતી.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર આપી માહિતી

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પણ આ અંગે માહિતી શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, પ્રભાસની 'આદિપુરુષ' 11 ઓગસ્ટ 2022ના દિવસે રિલીઝ થશે. આ સાથે જ તેણે આદિપુરુષ, પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન, સન્ની સિંહ, ઈન્ડિપેન્ડન્સ ડે વિકેન્ડ, હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ જેવા હેશટેગ પણ મુક્યા હતા.

ફિલ્મ આદિપુરુષમાં પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન જોવા મળશે

આદિપુરુષ એ 'તાન્હાજી અનસંગ વોરિયર' પછી ઓમ રાઉતની નવી ફિલ્મ છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને કૃતિ સેનન પણ જોવા મળશે. આદર્શે વધુમાં લખ્યું હતું કે, રક્ષાબંધન 11 ઓગસ્ટ 2022ના દિવસે રિલિઝ થઈ રહી છે. સાથે જ રક્ષાબંધન, અક્ષય કુમાર, ભૂમિ પેંડણેકર, ઈન્ડિપેન્ડન્સ ડે વિકેન્ડ જેવા હેશટેગનો ઉપયોગ કર્યો હતો.

ફિલ્મમાં ભૂમિ અને અક્ષય ફરી એક વાર એક સાથે જોવા મળશે

રક્ષાબંધન ફિલ્મને નિર્દેશક આનંદ એલ. રાયે નિર્દેશિત કરી છે. જ્યારે આ ફિલ્મને હિમાંશુ શર્મા અને કનિકા ધિલ્લોએ લખી છે. જ્યારે આ ફિલ્મમાં સહેજમીન કૌર, દિપીકા ખન્ના, સાદિયા ખાતિબ અને સ્મૃતિ શ્રીકાન્ત પણ જોવા મળશે. આ ઉપરાંત રક્ષા બંધન ફિલ્મમાં ભૂમિ પેંડણેકર પણ જોવા મળશે. ભૂમિ આ પહેલા અક્ષય કુમાર સાથે 'ટોઈલેટ- એક પ્રેમકથા'માં જોવા મળી હતી.

આ પણ વાંચો- આમિર ખાન અને કિરણ રાવ સાથે જોવા મળ્યા, દિકરા આઝાદ સાથે કર્યું રેસ્ટોરન્ટમાં લંચ

આ પણ વાંચો- અક્ષયની 'પૃથ્વીરાજ' થી લઈને રણબીરની 'શમશેરા' સુધી, YRF એ આ 4 મોટી ફિલ્મોની રિલીઝ તારીખોની કરી જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.