મુંબઇ : બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ "બેલ બોટમ"નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. શૂટિંગ દરમિયાનના ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. ફોટો જોઇને ચાહકો ફિલ્મ જોવો ઉત્સાહીત જોવા મળી રહ્યા છે.
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોતોના ઓફિશિયલ ટ્વિટર પર આ ફોટો શેર કર્યા હતા. ફોટો શેર કરતા તેમણે લખ્યું કે," બેલ બોટમની પહલી ઝલક, ફિલ્મમાં અક્ષયનો લુક... હાલ ફિલ્મની શૂટિંગ સ્કોટલેન્ડમાં ચાલી રહી છે." જેમાં અક્ષયની સાથે વાણી કપૂર, લારા દત્તા અને હુમા કુરૈશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રંજીત એમ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2 એપ્રિલ 2021ના રોજ રિલીઝ કરવામાં આવશે.
વાઇરલ ફોટોમાં અક્ષય બ્લુ બ્લેઝર રાઉન્ડનેક સ્વેટ શર્ટ અને બ્રાઉન ટ્રાઉઝરમાં જોવા મળી રહ્યો છે. ગયા મહિને અક્ષય, લારા દત્તા અને હુમા કુરેશી સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તે તેની ફિલ્મ 'બેલ બોટમ'ના શૂટિંગ માટે નીકળ્યા હતોા.