- અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ નેગેટિવ
- પત્ની ટ્વિન્કલ ખન્નાએ સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી
- અક્ષય કુમારને રવિવારના રોજ હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા દાખલ
હૈદરાબાદ: સુપરસ્ટાર અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાએ સોમવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી અને જણાવ્યું હતું કે, અભિનેતા કોરોના વાઈરસથી સ્વસ્થ થઈ ગયા છે. અક્ષયને કોરોના સંક્રમણના નિદાન બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ નેગેટિવ
બોલિવુડ એક્ટર અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અક્ષય હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે પહોંચ્યા હતા. અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.
આ પણ વાંચો: અક્ષય કુમાર કોરોનાની ઝપેટમાં, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ માટે કરી અપીલ
ટ્વિન્કલ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ
ટ્વિન્કલે ઈન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે, બધુ બરાબર છે અને અક્ષય કુમારને ઘરે જોઈને બધા જ ખુશ છે.
રવિવારના રોજ અક્ષય થયાં હતા હોસ્પિટલમાં દાખલ
રવિવારના રોજ અક્ષય કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અક્ષય કુમારે હોસ્પિટલમાં દાખલ થયાની જાણ કરી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું કે, 'તમારી પ્રાર્થનાની અસર દેખાઈ રહી છે. હું ઠીક છું પણ સાવચેતીના પગલા તરીકે મને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી છે. હું દાખલ થઈ ગયો છું. ટૂંક સમયમાં પાછો આવીશ. તમે લોકો પોતાનું ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો: અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યા બાદ થયા હોસ્પિટલમાં દાખલ
અક્ષયની આગામી ફિલ્મો
અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો, રામ સેતુ સિવાય અભિનેતાની બીજી ઘણી આકર્ષક ફિલ્મો પાઈપલાઈનમાં છે. જેમાં હાઉસફુલ 5, બચ્ચન પાંડે, અતરંગી રે, બેલ બોટમ અને સૂર્યવંશીનો સમાવેશ થાય છે.
બોલિવુડ સિતારા કોરોનાની ચપેટમાં
આખા દેશમાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે. ત્યારે કોરોનાની બીજી વેવથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થયા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કોરોનાનો પ્રભાવ વધ્યો છે. મોટાભાગનાં બોલિવૂડ સિતારા કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, આર. માધવન, પરેશ રાવલ, આમીર ખાન, આલિયા ભટ્ટ અને ગોવિંદાનો સમાવેશ થાય આવ્યો છે. ત્યારે હવે અક્ષયે હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય કર્યો છે.
બોલીવુડ અભિનેતા આર. માધવન કોરોનાની ચપેટમાં
બોલીવુડ અભિનેતા આર. માધવન કોરોના સંક્રમિત થયા છે. આર. માધવને ફિલ્મ 3 ઈડિયટ્સના ઉલ્લેખ સાથે ટ્વિટ કરી આ માહિતી આપી હતી. માધવને ટ્વિટમાં જણાવ્યું હતું કે, ફરહાનને રેન્ચોનો પીછો કરવો જ હતો. વાયરસ હંમેશા અમારી પાછળ હતો અને આ વખતે અમે તેની ચપેટમાં આવી જ ગયા, પરંતુ ચિંતાની કોઈ વાત નથી. ટૂંક જ સમયમાં સાજા થઈને પરત આવીશ. હાલમાં થોડા દિવસ પહેલા જ આમિર ખાન પણ કોરોના સંક્રમિત થયા છે.
રણબીર કપૂર કોરોના પોઝિટિવ થયા બાદ હવે આલિયા ભટ્ટ પણ કોરોના સંક્રમિત
કોરોનાના વધતા જતા સંક્રમણની વચ્ચે ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રણબીર કપૂર કોરોના પોઝિટિવ થયા બાદ હવે આલિયા ભટ્ટ પણ કોરોના સંક્રમિત થઈ છે.