મુંબઇ: બોલિવૂડ ખેલાડી અક્ષયકુમાર ટ્રાન્સજેન્ડર પર બનેલી ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'માં નજર આવશે. જેમાં ફિલ્મના ડાયરેકટર અને એક્ટરે ચેન્નઇમાં ટ્રાન્સજેન્ડર્સ માટે ઘર બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના માટે અક્ષય કુમારે 1.5 કરોડની રકમ દાન આપી છે.
'લક્ષ્મી બોમ્બ'ના નિર્દશક રાઘવ લોરેન્સે આ માહિતી આપી હતી. તેમણે પોતાના ફેસબુક પર લખ્યું કે, શૂટિંગ દરમિયાન અક્ષય સાથે ચેન્નઇમાં ટ્રસ્ટ અને ટ્રાન્સજેન્ડર્સ માટે ઘર બનાવવાની ચર્ચા કરી હતી. આ સાંભળીને તરત જ અક્ષયે 1.5 કરોડની રકમ દાનમાં આપી હતી.
રાધવ છેલ્લા 15 વર્ષથી લોરેન્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને મદદ કરી રહ્યો છે. રાઘવે જણાવ્યું હતું કે, હું કિન્નરો માટે પણ કંઇક કરવા માગું છું. જેથી મેં એક શેલ્ટર હોમ બનાવવાની વાત અક્ષય સમક્ષ કરી હતી.
'લક્ષ્મી બોમ્બ' તમિલ ફિલ્મ 'કંચના'નું હિન્દી રિમેક છે. જેનું દિગ્દર્શન રાઘવે કર્યું છે. તેમજ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. બીજી તરફ કિયારાએ પોતાના ઇન્સ્ટા પર એક તસવીર શેર કરીને શૂટિંગ પૂર્ણ થઇ ગયું તેની જાણકારી આપી હતી. આ ફિલ્મ 22 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.