ETV Bharat / sitara

અજય દેવગણની પુત્રી ન્યાસાએ ભૂજઃ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયાના પ્રિમિયર પર કર્યો ડાન્સ, વાઇરલ થયો વીડિયો - Nyasa dances at Bhuj: The Pride of India premiere

અજય દેવગણ(Ajay Devgn)ની દિકરી ન્યાસા દેવગણ ફિલ્મ જોયા પછી ખૂબ જ ઉત્સાહિત દેખાઈ હતી, તે ડાન્સ કરતી કરતી બહાર નીકળી હતી. આ વખતે પાપારાઝીઓએ તેને સ્પોર્ટ કરી હતી અને તે ડાન્સ કરતી જોવા મળી રહી છે, તેવો વીડિયો વાયરલ થયો છે.

અજય દેવગણની પુત્રી ન્યાસા
અજય દેવગણની પુત્રી ન્યાસા
author img

By

Published : Aug 12, 2021, 7:13 PM IST

  • અજય દેવગણની દિકરી ન્યાસા માતા કાજોલ અને ભાઈ યુગ સાથે ફિલ્મના પ્રિમિયર પર પહોંચી
  • ન્યાસા દેવગણ ફિલ્મ જોયા પછી ખૂબ ખુશ દેખાઇ રહી હતી
  • ડાન્સ કરતી ન્યાસાને પાપારાઝીઓએ કેમેરામાં કરી કેદ

ન્યૂઝ ડેસ્ક- અજય દેવગણ(Ajay Devgn)ની ભૂજઃ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા શુક્રવારે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે. આ પ્રસંગ પર અજય દેવગણની દીકરી ન્યાસા માતા કાજોલ(Kajol) અને ભાઈ યુગ સાથે ફિલ્મના પ્રિમિયર પર પહોંચ્યા હતાં. અજય દેવગણની દિકરી ન્યાસા દેવગણ ફિલ્મ જોયા પછી ખૂબ ખુશ દેખાતી હતી અને તે ડાન્સ કરતી કરતી બહાર નીકળી હતી. તે વખતે પાપારાઝીઓએ તેને સ્પોટ કરી હતી.

આ પણ વાંચો- મહાનાયક અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર ડોન ફિલ્મના ગીતનો વીડિયો કર્યો શેર

ન્યાસાએ આપ્યું રીએક્શન

ન્યાસાએ બ્લૂ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. તેની સાથે મેચિંગ માસ્ક પણ પહેર્યુ હતું. ફોટોગ્રાફર્સે ન્યાસાને બિલ્ડીંગની બહાર નીકળતા અને ડાન્સ કરતાં જોઈ હતી. કેમેરા તરફ જોયા પછી ન્યાસા હાથ હલાવીને તેમનું અભિવાદન પણ કર્યું હતું.

ન્યાસાએ પરિવાર સાથેના કેટલાય વીડિયો શેર કર્યા હતાં

ભૂજઃ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં અજય દેવગણ(Ajay Devgn), સંજય દત્ત(Sanjay Dutt), સોનાક્ષી સિંહા(Sonakshi Sinha), નોરા ફતેહી(Nora Fatehi) અને શરદ કેલકર(Sharad Kelkar)ની મહત્વની ભૂમિકા છે. ન્યાસા હાલ બ્રેક પર છે. તે સિંગાપુરમાં અભ્યાસ કરી રહી છે. તેમના ફેનના એકાઉન્ટ પર તેની તસવીરો અને વીડિયો શેર થતાં રહે છે. કોરોના મહામારી દરમિયાન ન્યાસા પરિવાર સાથે હતી, ત્યારે તેણે પરિવાર સાથેના કેટલાય વીડિયો શેર કર્યા હતાં. એક વીડિયોમાં તેણે લખ્યું હતું કે ‘મારું પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.’

આ પણ વાંચો- અભિનેત્રી વાણી કપૂરે અક્ષય કુમાર સાથે 'મરજાવા' ગીત પર કર્યો રોમેન્ટિક ડાન્સ, વીડિયો થયો વાઈરલ

આ ફિલ્મને લઈને અજય દેવગણ ખૂબ જ ઉત્સાહિત છે

ન્યાસા દેવગણ ફિલ્મોમાં કામ નહીં કરે તેવું કાજોલ(Kajol)ને જ્યારે કોઈએ પૂછ્યું હતું, ત્યારે તેણે સાફ શબ્દોમાં ના પાડી હતી. ભૂજઃ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મને લઈને અજય દેવગણ (Ajay Devgn)ખૂબ જ ઉત્સાહિત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.