મુંબઈઃ બૉલિવૂડ અભિનેતા અજય દેવગણે એક નવી ફિલ્મની જાહેરાત કરી છે. અભિનેતા લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે થયેલી ઝડપ પર ફિલ્મ બનાવવાના છે. આ ફિલ્મમાં ગલવાન ઘાટીમાં શહીદ થયેલા 20 જવાનોની કહાની બતાવવામાં આવશે.
જો કે, ફિલ્મનુ નામ અને કાસ્ટ હજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી અને એ પણ નક્કી નથી કે, અજય દેવગણ આ ફિલ્મમાં પાત્ર ભજવશે કે પછી ફિલ્મને માત્ર પ્રોડયુસ જ કરશે. નોંધનીય છે કે, 15 જૂને લદ્દાખમાં પૂર્વી વિસ્તારમાં સ્થિત ગલવાન ઘાટીમાં ચીની સેના અને ભારતીય સેના વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. આ ઝડપમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતાં. 1975 બાદ પહેલીવાર ભારત અને ચીન સેના વચ્ચે હિંસક ઝડપ થઈ હતી.
અજય દેવગણીની આગામી ફિલ્મની વાત કરીએ તો તે 'ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'માં લીડ રોલમાં જોવા મળશે. લોકડાઉનને કારણે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.