મુંબઈઃ અભિનેત્રી આયેશા ટાકિયાએ પણ બૉલીવુડમાં થતાં બુલિંગ પર પોતાનો અનુભવ શેર કર્યો છે. આયેશા ટાકિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી બૉલીવુડમાં થતાં બુલિંગ અંગે ખુલાસો કર્યો છે. તેમણે લખ્યું કે, 'ટ્રોલિંગ અને કામની જગ્યાએ બુલિંગના મને પણ અનુભવો થયા છે. હું આના પર દિલ ખોલીને વાત કરવા માગુ છું. જો કોઈ તમને નીચા દેખાડવાની કોશિશ કરતા હોય તો તેમનો વિરોધ કરો.'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'વોન્ટેડ' અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, 'એ માની લો કે તમે સૌથી ખાસ છો. તમે તમારા હક માટે લડવા તૈયાર છો. તમે ઉજ્જવળ અને અલગ છો'.
પોતાના મનની વાત ફેન્સ સમક્ષ કરતાં તેમણે કહ્યું કે, 'કોઈને કોઈ સાથે વાત કરતા રહો. લોકો સુધી તમારી વાત પહોંચાડો. ડાયરી પર પોતાની વાત લખો અથવા ઓનલાઈન કોઈ સાથે વાત કરો. પંરતુ બીજા કોઈને ખુદ પર હાવી ન થવા દો. ખોટા બકવાસને સહન ન કરો. મને ખબર છે કે આ બધું કહેવું સરળ છે. છતાં તમારે આ કરવું પડશે. આ કરવાની જરૂર છે. કોઈને કોઈ તો તમને સાંભળશે જ. આપણે આપણી ભાવી પેઢી માટે આ ધરતીને સારી જગ્યા બનાવવાની છે એના માટે આપણે એક બીજા વચ્ચે પ્રેમ અને સહિષ્ણુતા બનાવી રાખો. લોકો સાથે સારો વ્યવહાર કરો, કારણ કે, કોણ કેવા મુશ્કેલ સમયમાંથી પસાર થતાં હોય તેનો આપણને અંદાજ પણ ન હોય.'
આયેશા પહેલા કંગના રનૌત અને રવિના ટંડને પણ પોતાના અનુભવ શેર કર્યા હતાં. આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા બાદ બૉલીવુડમાં નેપોટિઝમ અને બુલિંગ પર ખુબ ચર્ચા થઈ રહી છે.