ન્યુઝ ડેસ્ક: અફઘાનિસ્તાનમાં હાલમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તાલિબાનના કબ્જા બાદ લોકો ત્યાથી ભાગવા માટે મજબૂર બન્યા છે. અફઘાનિસ્તાનની પરિસ્થિતિ સમગ્ર દુનિયા માચે ચિંતાનો વિષય છે. અફઘાનિસ્તાનની આ પરિસ્થિતિ વરિના હુસેનને પોતાનો ભૂતકાળ યાદ અપાવે છે. તેના પરિવારને પણ કેટલાક વર્ષો પહેલા અફઘાનિસ્તાન છોડીને ભાગવું પડ્યું હતું.
20 વર્ષ પહેલા ભારત આવી ગયા
તાલિબાનના સત્તા પર આવ્યા બાદની પરિસ્થિતિ પર વરિના હુસેન કહે છે કે, આ મારા અને મારા પરિવાર માટે ખરાબ સમય છે. આ 20 વર્ષ પહેલા જેવું છે. 20 વર્ષ પહેલા યુદ્ધના કારણે મારા પરિવારને અફઘાનિસ્તાનથી ભાગવું પડ્યું હતું અને હવે 20 વર્ષ બાદ અન્ય પરિવારો પણ પોતાનું ઘર ગુમાવી રહ્યા છે.
આ પણ વાંચો : વડાપ્રધાન થી લઈને ગૃહપ્રધાન અમિત શાહે દેશને પાઠવી રક્ષાબંધનની શુભેચ્છા
કાબુલની ફેમેલી પિકનીક યાદ આવે છે
વરિના હુસેન તે સમયે નાની બાળકી હતી જ્યારે તેના પરિવારે અફઘાનિસ્તાન છોડી દીધુ, અને વર્ષોથી તેઓ ભારતમાં રહે છે. પણ અફઘાનિસ્તાનની થોડી યાદો તેને યાદ છે. "હું હમેંશા અફઘાનિસ્તાનમાં અમારી ફેમેલી પિકનીક, ભોજન અને વંસત યાદ કરીશ"
આ પણ વાંચો : બહેન રડી રહી છે ચોધાર આસુંએ, કોરોના કાળમાં તહેવારો બન્યા સુના
શરર્ણાથી તરીકે જીવુ અઘરુ છે
એક શરર્ણાથીનુ દુ:ખ તે સમજી શકે છે, એક સારા ભવિષ્ય માટે એક દેશમાંથી બીજા દેશમાં જવુ કેટલું મુશ્કેલ છે. તે કહે છે કે, " મારો પરિવાર ભાગ્યશાળી હતો કે ભારતે મારા પરિવારને સ્વીકારી લીધો અને ભારત મારૂ ઘર બની ગયું, પણ મને ડર લાગે છે કે હાલમાં તમામ માટે આવુ નહીં થાય. આવા દેશમાં શરતો કટોકટી ઇમિગ્રેશનમાં પરિણમે છે, પરિણામે હજારો શરણાર્થીઓ અને આશ્રય-શોધનારાઓ પડોશી દેશોમાં જતા રહે છે, જ્યાં તાત્કાલિક ઘર શોધવાનું મુશ્કેલ બની શકે છે. "