મળતી માહિતી મૂજબ,19 જુલાઇ સુધી ડિંડોશી સેસન્સ કોર્ટે અભિનેતા આદિત્ય પંચોલી પર દાખલ કરવામાં આવેલા દુષ્કર્મ કેસ માટે વચગાળાના જામીન આપ્યા હતા. 27 જુને અભિનેતા આદિત્ય પંચોલી વિરુદ્ધ મુંબઇના વર્સોવા પોલીસ સ્ટેશનમાં એક અભિનેત્રીની ફરિયાદને આધારે તેની પર દુષ્કર્મનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આદિત્ય પંચોલી પર કલમ 328, 341, 342, 376 અને અન્ય કલમોમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે.
અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તે જ્યારે 17 વર્ષની હતી ત્યારે અભિનેતાએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ બાબતે પોલીસ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસે તે સમયે આદિત્યને ફક્ત ચેતવણી આપી છોડી દીધો હતો. આદિત્ય પંચોલી આ પહેલા પણ વિવાદમાં રહી ચૂક્યા છે. 2015માં પણ તેમની પર સુરક્ષાકર્મીઓ સાથે મારામારી કરવાના આરોપ પણ લાગી ચૂક્યા છે.