ETV Bharat / sitara

અભિનેત્રી સારા અલી ખાને દરિયામાં માણી જેટ સ્કીની મજા, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો - ઈન્સ્ટાગ્રામ

બોલીવૂડ અભિનેત્રી સારા અલીખાન સોશિયલ મીડિયા પર ઘણી જ ચર્ચામાં રહે છે. હાલમાં જ સારાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જેટ સ્કી કરતી જોવા મળી રહી છે. ત્યારે તેના ફેન્સને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે.

અભિનેત્રી સારા અલી ખાને દરિયામાં માણી જેટ સ્કીની મજા, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

author img

By

Published : Sep 11, 2021, 2:24 PM IST

  • અભિનેત્રી સારા અલી ખાન જોવા મળી મસ્તીના મૂડમાં
  • સારાએ મિત્રો સાથે દરિયામાં જેટ સ્કીની માણી મજા
  • સારા અલીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન અત્યારે ફિલ્મોમાં ભલે ઓછી દેખાતી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી જ એક્ટિવ રહે છે. સારા અવારનવાર પોતાના નવા ફોટો-વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ત્યારે હાલમાં સારા અલીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં દેખાઈ રહી છે. આ વીડિયોમાં સારા અલી જેટ સ્કી કરીને દરિયામાં મોજ માણી રહી છે.

મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી સારા

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, તે દરિયામાં જેટ સ્કીની કઈ રીતે મજા માણી રહી છે. ત્યારે સારાના આ વીડિયોને અત્યાર સુધી 12.60 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ સાથે જ સારાએ કેપ્શનમાં લખ્યું હતું કે, અમે નીકળ્યા અમારી જેટ સ્કી પર, ખારો દરિયો છે સેલ્ટી જેવો, અમે ત્રણેયનો એડવેન્ચર ટાઈમ. પૂરઝડપે ફૂંકાતા પવનમાં ઉડી રહ્યાં છીએ, પરંતુ પોતાને ફ્રી મહેસૂસ કરી રહી છું. અમે હસી રહ્યાં છીએ, ગાઈ રહ્યાં છીએ. મને લાગે છે કે, આ જીવન જીવવા અને પ્રેમ માટે જરૂરી છે અને મારા મિત્રોએ આ વધુ સરળ બનાવી દીધું છે. આ સાથે જ મોજ મસ્તી અને મજાની 100 ટકા ગેરન્ટી છે.

આ પણ વાંચોઃ મિત્રના બર્થ ડે પર સારા અલી ખાનનું દિલ શાયરાના થયું, શેર કર્યા ફોટા

આ પણ વાંચોઃ ફિલ્મ સ્ટાર થલાઈવા રજનીકાન્ત ફરી એક વાર ધૂમ મચાવવા આવી રહ્યા છે, નવી ફિલ્મનું બીજું પોસ્ટર થયું રિલીઝ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.