- અભિનેત્રી પૂજા બેદીએ વીડિયો શેર કરીને આપી માહિતી
- તેમના ચાહકોએ સ્વસ્થ થવાની કામના કરી
- અભિનેત્રી પૂજાએ કોરોના વેક્સિન લેવાની પાડી ના
નવી દિલ્હી : પૂજા બેદી (Pooja Bedi) કોરોના પોઝિટિવ (Corona Positive) થઈ છે. અભિનેત્રીએ એક વીડિયો શેર કરીને તેના ફેન્સ સાથે આ સમાચાર શેર કર્યા છે. આ વીડિયો પૂજા બેદીના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ તેના ચાહકો તેને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. અભિનેત્રીએ દરેકને એમ પણ કહ્યું કે, તે તમામ જરૂરી સાવચેતીઓ સાથે પોતાની સારી સંભાળ લઈ રહી છે અને વાઇરસ સામે લડવા માટે તેના શરીરની નેચરલ ઇમ્યૂનિટી પર આધાર રાખવા માંગે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
પૂજા બેદી કોવિડ પોઝિટિવ
પૂજા બેદીએ વીડિયોમાં કહ્યું કે, શરૂઆતમાં તેને લાગ્યું કે તેને ખાંસીની એલર્જી છે. તાવ આવ્યા બાદ, અભિનેત્રીએ કોરોના ટેસ્ટ કર્યો હતો. અભિનેત્રીનું કહેવું છે કે, તેના મંગેતર અને ઘરની સંભાળ રાખનાર પણ સંક્રમિત થયા છે. તેમણે દરેકને તંદુરસ્ત અને સલામત રહેવાની વિનંતી કરી વીડિયો સમાપ્ત કર્યો હતો.
વિડિઓ શેર કરી આપી માહિતી
પૂજા બેદીએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, "કોવિડ પોઝિટિવ! આખરે હું કોવિડ પોઝિટિવ બની ગઈ છું. મેં જાતે રસી ન લેવાનું પસંદ કર્યું છે. કુદરતી રોગપ્રતિકારકતા, વૈકલ્પિક ઉપાયો અને સુખાકારીની પદ્ધતિઓથી મારી જાતે સ્વસ્થ થવાનો મારો નિર્ણય છે. તમને તમારા માટે જે યોગ્ય લાગે તે કરો. બધા લોકો બચે અને ગભરાશો નહીં."
આ પણ વાંચો: