ETV Bharat / sitara

અભિનેત્રી ડાયના પેંટી આગામી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'શિદ્દત'માં જોવા મળશે - ડાયનાની સાથે મોહિત રૈના

'હેપ્પી ભાગ જાયેગી' અને 'કોકટેલ' જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી ડાયના પેંટી નવી ફિલ્મ 'શિદ્દત'માં જોવા મળશે. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. જો કે ડાયના કહે છે કે ,તે કોઈ લવ સ્ટોરી ટાઇપ વ્યક્તિ નથી, પરંતુ તેને ફિલ્મની સ્ક્રીપ્ટ પસંદ આવી હતી.

અભિનેત્રી ડાયના પેંટી આવનારી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'શિદ્દત'માં જોવા મળશે

author img

By

Published : Jun 22, 2020, 8:21 PM IST

મુંબઈ: અભિનેત્રી ડાયના પેંટી હવે રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'શિદ્દત'માં જોવા મળશે, પરંતુ તે કહે છે કે, તે સામાન્ય રીતે ‘લવ સ્ટોરી ટાઇપ પર્સન’ નથી.

તેની ફિલ્મ વિશે વાત કરતા ડાયનાએ IANSને કહ્યું કે, '' ‘શિદ્દત’ ફિલ્મ એ પ્રેમ અને લોકો વચ્ચેના મજબૂત સંબંધોની એક સુંદર સ્ટોરી છે. જેમાં પ્રેમ શુદ્ધ, ઊંડો અને વિશ્વાસપાત્ર પણ છે. હું સામાન્ય રીતે લવ સ્ટોરી ટાઇપ વ્યક્તિ નથી. પરંતુ, જ્યારે મેં સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે મને તે પસંદ આવી હતી."

ફિલ્મ ‘શિદ્દત’ માં ડાયનાની સાથે મોહિત રૈના, રાધિકા મદન અને સની કૌશલ પણ છે. આ ફિલ્મનું નિર્દેશન 'જન્નત' ફેમ કુણાલ દેશમુખ કરી રહ્યા છે અને સ્ક્રિપ્ટ શ્રીધર રાઘવન અને ધીરજ રતનની છે.

દિનેશ વિજાન દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રાધિકા અને સની, ડાયના અને મોહિત કપલની ભૂમિકામાં જોવા મળશે.

ડાયનાએ કહ્યું, "આ સ્ટોરીને જીવંત બનાવનારા મોહિત, રાધિકા અને સની તેમજ કુણાલ (દેશમુખ) જેવા બધા પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરવાનો મને આનંદ છે."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.