બિહાર : બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના પરિવારના સભ્યોએ તેમના અસ્થિને લઈ પટના પરત ફર્યા હતા. આજે ગુરુવારે પટનામાં તેમની અસ્થિને વિસર્જિત કરવામાં આવી હતી. આ દરમિયાન સુશાંતના પિતા અને તેમની બહેન શ્વેતાસિંહ હાજર રહી હતી.
અભિનેતા સુશાંત સિંહે મુંબઈમાં તેમના ફ્લેટ પર જ આત્મહત્યા કરી હતી. હજુ સુધી આત્મહત્યાનું કારણ સામે આવ્યુ નથી, પરંતુ જાણવામાં આવી રહ્યું છે કે, સુશાંત છેલ્લા કેટલાક દિવસોથી ડિપ્રેશનમાં હતો.