હાલમાં જ યોજાયેલાં IIFA એવોર્ડ સમારોહમાં અભિનેતા રણવીર સિંહને બેસ્ટ એક્ટરનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે, ત્યારે બુધવારની સવારે સોશિયલ મીડિયા પર પોતાનો જૂનો ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટામાં તે તોફાની અને નટખટ અંદાઝમાં જોવા મળી રહ્યો છે.

બોલિવૂડમાં પોતાના ઉમદા અભિનેતા તરીકેની ઓળખ મેળવનાર રણવીર સિંહનો ફોટો તેના બાળપણની સાથે હાલના તોફાની વ્યક્તિત્વનો સાક્ષી બને છે.