ETV Bharat / sitara

અભિનેતા કાર્તિક આર્યન નવી ફિલ્મમાં જોવા મળશે પાઈલટની ભૂમિકામાં, ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર કર્યું શેર

author img

By

Published : Jul 23, 2021, 6:32 PM IST

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યને પોતાના અભિનયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ જગ્યા બનાવી છે. ત્યારે ફરી એક વાર કાર્તિક આર્યન દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યો છે. કાર્તિક આર્યન આગામી ફિલ્મ કેપ્ટન ઈન્ડિયામાં જોવા મળશે. કાર્તિક આર્યને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર શેર કરીને દર્શકોને માહિતી આપી હતી.

કાર્તિક આર્યન
કાર્તિક આર્યન
  • અભિનેતા કાર્તિક આર્યને તેના ફેન્સને આપી ગિફ્ટ
  • આગામી ફિલ્મ કેપ્ટન ઈન્ડિયાનું પોસ્ટર કર્યું શેર
  • સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે પોસ્ટર

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યને આજે સોશિયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મનું પોસ્ટર શેર કરીને તેના ફેન્સને નવી ગિફ્ટ આપી છે. કાર્તિક આર્યન નિર્દેશક હંસલ મહેતાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'કેપ્ટન ઈન્ડિયા'માં જોવા મળશે. આ ફિલ્મમાં કાર્તિક પાઈલટની ભૂમિકામાં જોવા મળશે. પોસ્ટરમાં કાર્તિક આર્યન ખૂબ જ ડેસિંગ લાગી રહ્યો છે. જોકે, આ પોસ્ટરમાં તેનો આખો ચહેરો તો દેખાતો નથી પણ પોસ્ટર જોઈને અંદાજ લગાવી શકાય કે કાર્તિકની ભૂમિકા રસપ્રદ હશે.

આ પણ વાંચો- શું કાર્તિક આર્યન હવે ક્રિકેટરના રોલમાં દેખાશે?

ફિલ્મના નિર્દેશકે પણ ફિલ્મનું પોસ્ટર કર્યું શેર

'કેપ્ટન ઈન્ડિયા' ફિલ્મની વાર્તા યુદ્ધગ્રસ્ત દેશથી ભારતના સૌથી મોટા અને સૌથી મોટા સફળ બચાવ મિશનથી પ્રેરિત છે. આ અંગે વાત કરતી કાર્તિક આર્યને જણાવ્યું હતું કે, કેપ્ટન ઈન્ડિયા સમાન રૂપથી પ્રેરણાદાયી અને રોમાંચક છે અને આ સાથે હું આપણા દેશના ઐતિહાસિક અધ્યાયનો ભાગ બન્યો માટે ગર્વ અને સન્માન અનુભવું છું. તો ફિલ્મના નિર્માતા હંસલ મહેતાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, આ સાચી ઘટનાથી પ્રેરિત ફિલ્મ છે. એક એવા પળને ફરીથી દર્શાવશે કે જ્યાં એક વ્યક્તિ પોતાની પીડાને બાજુમાં મુકીને હજારો લોકોનો જીવ બચાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.