ETV Bharat / sitara

અભિનેતા અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો જૂનો ફોટો, માતાએ આપેલો સંદેશ લોકોને જણાવ્યો - અભિનેતા અર્જુન કપૂર

બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. અવારનવાર તે પોતાની માતા સાથેના જૂના ફોટોઝ શેર કરી તેની માતાને યાદ કરતો જોવા મળે છે. ત્યારે હાલમાં તેણે પોતાનો એક જૂનો ફોટો શેર કરીને ફરી એક વાર માતાને યાદ કરી છે. આ સાથે જ તેણે ખૂબ જ રસપ્રદ કેપ્શન પણ લખ્યું છે.

arjun kapoor
arjun kapoor
author img

By

Published : Jul 28, 2021, 12:42 PM IST

  • બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો
  • અર્જુને પોતાનો જૂનો ફોટો શેર કરી રસપ્રદ લખ્યું કેપ્શન
    arjun kapoor
    અર્જુને પોતાનો જૂનો ફોટો શેર કરી રસપ્રદ લખ્યું કેપ્શન
  • અત્યારનો અને જૂનો મર્જ ફોટો ઈન્સ્ટાગ્રામ પર કર્યો શેર

અમદાવાદઃ બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર ફરી એક વાર ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને ચર્ચામાં આવ્યો છે. હાલમાં અર્જુને પોતાનો જૂનો અને અત્યારનો એક ફોટો મર્જ કરીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જોકે, આ ફોટોથી વધારે તેમાં જે કેપ્શન લખ્યું છે. તે ખૂબ જ રસપ્રદ છે. અર્જુન કપૂર અવારનવાર જૂના ફોટોઝ શેર કરીને એ દર્શાવે છે કે, તેઓ જૂના દિવસો અને પોતાની માતા મોના કપૂરને કેટલી યાદ કરે છે. હાલમાં આ ફોટો શેર કરીને અર્જુને કેપ્શનમાં લખ્યું હતું કે, પહેલા હું ખૂબ જ જાડો હતો, નહીં નહીં... આ એ પ્રકારની પોસ્ટ નથી. આ ફોટો એટલે શેર કર્યો છે. કારણ કે, પોતાના જીવનના દરેક તબક્કાને હું પ્રેમ કરું છું. તે દિવસોમાં પણ અને આજે પણ. હું દરેક પગલા પર તેવો જ રહ્યો છું, જેવો હું છું. હું બીજા બધાની જેમ એક વર્ક ઈન પ્રોગ્રેસ છું.

arjun kapoor
બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો

આ પણ વાંચો: સોનુ સુદ રિક્ષા ચલાવી દૂધવાળા સાથે બાર્ગેઈનિંગ કરતો નજરે પડ્યો

અર્જુને માતાએ આપેલો સંદેશ લોકો સાથે કર્યો શેર

અર્જુને ફોટોના કેપ્શનમાં વધુમાં લખ્યું હતું કે, મારી માતાએ કહ્યું હતું કે, તમારા જીવનનો દરેક તબક્કો એક જર્ની છે અને તમે હંમેશા કામમાં લાગ્યા રહેશો. હવે હું તેનો અર્થ સમજું છું અને મને આ વાતથી પ્રેમ છે કે, હું પોતે વધુને વધુ યોગ્ય થવાની દિશામાં કામ કરી રહ્યો છું. દરેદ દિવસે. જોકે, અર્જુને શેર કરેલા આ ફોટોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અર્જુન અવારનવાર પોતાની માતા સાથે જૂના ફોટોઝ શેર કરીને તેમને યાદ કરે છે. આ સાથે જ કેટલીક વાર અર્જુન કપૂર ભાવુક પણ થઈ જાય છે.

આ પણ વાંચો: દિગ્ગજ અભિનેત્રી પૂનમ ધિલ્લોને વેબસિરીઝ કે શૉમાં કરી શકે છે એન્ટ્રી, ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી આપી હિન્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.