મુંબઇઃ ફિલ્મ નિર્માતા અભિષેક કપૂર અને તેની પત્ની પ્રજ્ઞા કપૂર સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને સન્માન આપવા 3400 પરિવારને ભોજન પુરું પાડશે.
પ્રજ્ઞાએ આ વિશે જણાવ્યું હતું કે, તેમનું(સુશાંત) અને તેના કામનું સમ્માન કરવાની આ અમારી રીત છે, જે પણ થયું અને કરવામાં આવ્યું, તેનો અને તેની માન્યતાઓની ઉજવણી કરવા માટે. મિત્ર તરીકે આ અમને એક સાથે જોડાયેલા રાખશે.
-
🙏🏽 #sushantsinghrajput #gonetoosoon pic.twitter.com/CWxAwFpy0R
— Abhishek Kapoor (@Abhishekapoor) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">🙏🏽 #sushantsinghrajput #gonetoosoon pic.twitter.com/CWxAwFpy0R
— Abhishek Kapoor (@Abhishekapoor) June 14, 2020🙏🏽 #sushantsinghrajput #gonetoosoon pic.twitter.com/CWxAwFpy0R
— Abhishek Kapoor (@Abhishekapoor) June 14, 2020
સુશાંતે પોતાનુ બૉલિવૂડ ડેબ્યુ વર્ષ 2013માં અભિષેક કપૂરની 'કાય પો છે!' કર્યુ હતુ. જે બાદ અભિનેતા- ફિલ્મ નિર્માતાએ વર્ષ 2018ની 'કેદારનાથ'માં પણ કામ કર્યું હતું. જેમાં સારા અલી ખાન ફીમેલ લીડમાં હતી.
15 જૂને મુંબઇમાં થયેલા સુશાંતના અંતિમ સંસ્કારમાં અભિષેક અને પ્રજ્ઞા પણ સામેલ થયા હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સુશાંતના નિધન પર દુઃખ વ્યક્ત કરતા અભિષેકે સોશિયલ મીડિયા પર તેને 'ઇન્ટરસ્ટેલર' કહ્યું હતું. હું મારા મિત્રને ગુમાવવા પર ખૂબ જ દુઃખી છું. અમે સાથે બે ખાસ ફિલ્મો બનાવી હતી. તે દરિયાદિલ અને શાનદાર અભિનેતા હતો, જે પોતાના કેરેક્ટર્સમાં જીવ નાખવા માટે ખૂબ જ મહેનત કરતો હતો. હું તેના પરિવાર માટે પ્રાર્થના કરું છું. જેના માટે આ સૌથી મોટું નુકસાન છે. તેનું વિજ્ઞાનમાં ખૂબ જ મન લાગતું હતું અને જેણે તેને આપણાથી છીનવી લીધો છે, તે આ યુનિવર્સની ઉપર છે. તારી યાદ આવશે ભાઇ. ઇન્ટરસ્ટેલર બન્યો રહે.
આ ચેરિટી પ્રોગ્રામ સુશાંતના સમ્માનમાં શરુ કરવામાં આવ્યો છે અને જેને પ્રજ્ઞાના એનજીઓની એક સાથઃ ધ અર્થ ફાઉન્ડેશન સંચાલિત કરશે.
સુશાંતે 14 જૂને અંતિમ શ્વાસ લીધા હતા. તે મુંબઇમાં પોતના ઘરે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો.