ETV Bharat / sitara

અભિનેતા રાહુલ રોયને બ્રેઇન સ્ટ્રોક આવ્યો, મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ - આશિકી ફિલ્મ કાસ્ટ

90ના દાયકાની ફિલ્મ આશિકીના અભિનેતા રાહુલ રોયને બ્રેઇન સ્ટ્રોક થયો છે. રાહુલ રોય તેની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન તેમને બ્રેઇન સ્ટ્રોક થયો હતો.

Rahul Roy
Rahul Roy
author img

By

Published : Nov 30, 2020, 12:50 AM IST

  • અભિનેતા રાહુલ રોયને બ્રેઇન સ્ટ્રોક થયો
  • 1990માં સુપરહિટ ફિલ્મ આશિકીથી કરી હતી બોલીવુડમાં એન્ટ્રી
  • લોકપ્રિય ટીવી રિયાલિટી શો બિગ બોસની પ્રથમ સિઝન(2006) વિજેતા રહી ચુક્યા છે

મુંબઇ : અભિનેતા રાહુલ રોયને બ્રેઇન સ્ટ્રોક થયો છે. રાહુલ રોય તેની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન તેને બ્રેઇન સ્ટ્રોક થયો હતો. રાહુલ રોયને બ્રેઇન સ્ટ્રોક થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પરિવારના સભ્યએ આપી માહિતી

રોયના પરિવારના એક સભ્યએ આ અંગે માહિતી આપી હતી. 1990માં સુપરહિટ ફિલ્મ આશિકીથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારા 52 વર્ષીય રાહુલ રોયને બે દિવસ પહેલા નાણાવટી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાહુલ રોય તેની અપકમિંગ ફિલ્મનું શુંટિગ કારગિલમાં કરી રહ્યા હતા.

હાલ તેમની હાલત સ્થિર

બે દિવસ પહેલા કારગિલથી આવ્યા બાદ રાહુલ રોયને બ્રેઇન સ્ટ્રોકને કારણે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. સંપૂર્ણ સ્વસ્થ થવામાં થોડો સમય લાગશે.

મહેશ ભટ્ટ સાથે જુનૂન અને ફિર તેરી કહાની યાદ આયેમાં કામ કર્યું

રાહુલ રોયે મહેશ ભટ્ટ સાથે જુનૂન અને ફિર તેરી કહાની યાદ આયે જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમને લોકપ્રિય ટીવી રિયાલિટી શો બિગ બોસની પ્રથમ સિઝન(2006) વિજેતા પણ રહી ચુક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.