મુંબઇ:દિન-પ્રતિદિન કોરોના વાઈરસનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. હવે કોરોનાથી એક્ટર આમિર ખાનનું ઘર પણ પ્રભાવિત થયું છે. આમિર ખાને આ માહિતી તેના સોશ્યિલ મીડિયા હેન્ડલ પર શેર કરી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આમિર ખાને પોતાના સોશ્યિલ મીડિયા હેન્ડલ દ્વારા કહ્યું કે, તેમના કેટલાક સ્ટાફ સભ્યોને કોવિડ -19નો ટેસ્ટ કરતાં તેઓ પોઝિટિવ આવ્યા છે. આ જાણકારી તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આપી છે. અભિનેતાએ તેમની પોસ્ટમાં બીએમસી (BMC)નો આભાર પણ માન્યો હતો.
આ ઘટના બાદ અભિનેતા સંપૂર્ણ રીતે ક્વૉરન્ટીન થઈ ગયા છે. અભિનેતા જલ્દી પોતાનો અને તેમની માતાનો કોરોના ટેસ્ટ પણ કરાવશે. દરરોજ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા હજારોમાં વધી રહી છે.
આમિર ખાન આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે કરીના કપૂર ખાન પણ જોવા મળશે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે, આ ફિલ્મમાં આમિર કોરોના રોગચાળાના સંજોગો બતાવી શકે છે.