- આર. માધવનની આગામી ફિલ્મ 'રોકેટરી: ધ નાંબી ઇફેક્ટ' નું ટ્રેલર રિલીઝ
- માધવન એક અભિનેતાની સાથે આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક પણ છે
- ફિલ્મ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર એસ.કે. નાંબી નારાયણના જીવન પર આધારિત
મુંબઇ: આર. માધવનની આગામી ફિલ્મ 'રોકેટરી: ધ નાંબી ઇફેક્ટ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. માધવન એક અભિનેતાની સાથે આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક પણ છે. ટ્રેલરની શરૂઆતમાં શાહરૂખ ખાનની એક ઝલક જોવા મળશે.
ટ્રેલરની શરૂઆતમાં શાહરૂખ ખાનની એક ઝલક જોવા મળશે
આ ફિલ્મ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર એસ.કે. નાંબી નારાયણના જીવન પર આધારિત છે. માધવન નાંબી નારાયણની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. ટ્રેલરની શરૂઆતમાં એક પત્રકાર તરીકે જોવા મળતો શાહરૂખ માધવન એટલે કે નાંબી નારાયણનો ઇન્ટરવ્યુ લેતો જોવા મળે છે.
આ પણ વાંચો: રતન ટાટાની બાયોપિકમાં કામ કરશે આર માધવન? થઇ રહી છે આ ચર્ચા
માધવન નાંબી નારાયણના પાત્રને ન્યાય આપતો જોવા મળે છે
2 મિનિટ 45 સેકન્ડના ટ્રેલરમાં નાંબી નારાયણના જીવનના ઉતાર-ચઢાવ સારી રીતે બતાવવામાં આવ્યા છે. માધવન નાંબી નારાયણના પાત્રને ન્યાય આપતો જોવા મળે છે. નારાયણ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના વરિષ્ઠ અધિકારી તરીકે ક્રાયોજેનિક્સ વિભાગના હવાલા પર હતા. જાસૂસીના ખોટા કેસમાં 1994માં તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેમની સામેના આરોપોને 1996માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નકારી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે 1998માં તેમને આરોપોમાંથી મુક્ત કર્યા હતા.
ફિલ્મની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી
શાહરૂખ આ ફિલ્મમાં કેટલો સમય ભજવશે તે હવે જોવાનું રહેશે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે આ વર્ષે ઉનાળામાં રિલીઝ થાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો: બોલીવુડ અભિનેતા આર. માધવન કોરોના પોઝિટિવ