ETV Bharat / sitara

કંગના રનૌતના બફાટ બાદ રાષ્ટ્રદ્રોહની ફરિયાદ નોંધાઈ - મહિલા આયોગના અધ્યક્ષ

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત(Kangna Ranaut) વિરુદ્ધ ઝારખંડની ધનબાદ કોર્ટમાં રાષ્ટ્રદ્રોહ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કંગનાના નિવેદનને રાષ્ટ્રવિરોધી અને ભારતનું અપમાનજનક ગણાવીને કોર્ટમાં FIR (First Information Report) નોંધવાનો આદેશ આપવાની માંગ કરવામાં આવી છે. આ મામલે કોર્ટમાં 20 નવેમ્બરે સુનાવણી થશે.

કંગના રનૌત સામે રાષ્ટ્રદ્રોહ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી

author img

By

Published : Nov 18, 2021, 2:06 PM IST

કંગના રનૌત સામે રાષ્ટ્રદ્રોહ હેઠળ ફરિયાદ

કંગના રનૌત આપવામાં આવેલ પદ્મશ્રી પુરસ્કાર પરત લેવાની માંગ

ધનબાદ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત(Kangna Ranaut) વિરુદ્ધ ઝારખંડની એક કોર્ટમાં રાજદ્રોહ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આઝાદી અને ગાંધીજી પરના તેમના વિવાદાસ્પદ નિવેદન બાદ સામાજિક કાર્યકર્તા ઈઝહર અહેમદ ઉર્ફે બિહારીએ ધનબાદ કોર્ટમાં(Dhanbad Court) આ ફરિયાદ દાખલ કરી છે.ફરિયાદમાં કંગનાના નિવેદનને રાષ્ટ્ર વિરોધી(Anti-nation Kangna) અને ભારતને અપમાનજનક ગણાવ્યું છે. આ સાથે કોર્ટ પાસે ફિલ્મ અભિનેત્રી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપવાની માંગ કરવામાં આવી છે. આ મામલે 20 નવેમ્બરે સુનાવણી થશે.

નિવેદન દ્વારા નુકસાન

સામાજિક કાર્યકર્તા ઈઝહાર અહેમદે કહ્યું કે, કંગનાના નિવેદનથી દુઃખ થયું છે કારણ કે આ નિવેદન ભારતને બદનામ કરતું નિવેદન છે. દેશને ક્યારે અને કેવી રીતે આઝાદી મળી તે સૌ જાણે છે. પોલીસે FIR નોંધવાનો ઈન્કાર કર્યા બાદ તે કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટને કંગના વિરુદ્ધ FIRનો આદેશ આપવાની માંગ કરી છે.

કંગનાએ શું હતું આપ્યું નિવેદન

કંગના રનૌતે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે 'દેશને 2014 પછી આઝાદી મળી છે. તે પહેલાં મને મળેલી આઝાદી એક ભીખ હતી'. આ નિવેદનનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. હવે આ જ નિવેદનને લઈને ધનબાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પદ્મશ્રી પરત લેવાની માંગ

કંગનાના નિવેદન બાદ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે(DCW Chairman Swati Maliwal) દેશના માનનીય રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે, જેમાં તેણે અભિનેત્રી કંગના રનૌતને(Kangana Ranaut) આપવામાં આવેલ પદ્મશ્રી પુરસ્કાર(Padma Shri Award) પાછો ખેંચી લેવા માટે માંગ કરી છે. આ સાથે તેમની સામે દેશદ્રોહનો કેસ ચલાવવાની પણ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં પ્રેમિકાના પતિને પતાવી દેવા પ્રેમીએ સોપારી આપી હતી, રાજકોટ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી

આ પણ વાંચોઃ ચીનના ડાલિયાનમાં કોવિડ-19ના વધતા કેસો બાદ યુનિવર્સિટીમાં લોકડાઉન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.