- પાયલ રોહતગી વિરુદ્ધ પુણેમાં ફરિયાદ નોંધાઈ
- જવાહરલાલ નહેરુ અને ગાંધી પરિવાર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી
- વાંધાજનક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો
પુણે: પુણે જિલ્લા કૉંગ્રેસ મહાસચિવ સંગીતા તિવારીએ શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં પાયલ રોહતગી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગાંધી પરિવાર વિરુદ્ધ ખોટો અને બદનામ કરનારો વીડિયો બનાવવાને લઇને પાયલ રોહતગી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પાયલ રોહતગીએ પંડિત જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, તેમના પરિવાર અને કૉંગ્રેસ પાર્ટીને લઇને આ વાંધાજનક વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
આ પહેલાં પણ પાયલ રોહતગીએ અપમાનજનક પોસ્ટ કરી હતી
પાયલ રોહતગી પર આ વીડિયોના માધ્યમથી બે સમુદાયો વચ્ચે તણાવ ઉભો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. આ અરજી પહેલાં સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ત્યરબાદ અરજી શિવાજીનગર પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવી છે. શિવાજીનગર પોલીસે પાયલ રોહતગી અને વીડિયો બનાવનાર અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. IPC 153A, 500, 505/2, 34 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આસિસ્ટન્ટ ઇન્સપેક્ટર માનેએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ પહેલાં પાયલ રોહતગીએ ફેસબુક પર છત્રપતિ શિવાજી મહારાજ અને મહાત્મા ગાંધી વિશે અપમાનજનક પોસ્ટ કરી હતી. ત્યારે તેની સામે કાર્યવાહી કરવાની નાગરિકો તરફથી માંગ ઉઠી હતી.
વધુ વાંચો: રાજસ્થાન સરકારના ઈશારે મારી ધરપકડ, અભિનેત્રી પાયલ રોહતગીનો આક્ષેપ