લૉસ એન્જેલસઃ હૉલિવૂડ સ્ટાર વિલ સ્મિથ એન્ટોની ફૂક્વાની આગામી થ્રિલર ફિલ્મ 'ઇમેનસિપેશન'માં અભિનય કરશે.
હૉલિવૂડ મીડિયાના રિપોર્ટ અનુસાર, વિલિયમ એન. કોલાજ દ્વારા લખાયેલી ફિલ્મ પીટર નામની એક ભાગેડું ગુલામની સત્ય ઘટના પર આધારિત છે, જેને નિર્દયી શિકારીઓથી બચવું પડે છે અને તેને આઝાદ રહેવા માટે ભાગવું પડે છે.
ફિલ્મનું પ્રોડક્શન વર્ષ 2021ની શરુઆતમાં થવાની આશા છે. સ્મિથ દ્વારા સહ-નિર્મિત ફિલ્મની યૂનિટ કોવિડ 19 મહામારીને કારણે અટકી હતી.
સ્મિથને બાયોપિક 'કિંગ રિચર્ડ'ના ફિલ્માંકનને પણ રોકવું પડ્યું હતું, જેમાં તેમણે ટેનિસ સુપરસ્ટાર વીનસ અને સેરેના વિલિયમ્સના પિતા અને કોચ રિચર્ડ વિલિયમ્સની ભૂમિકા નિભાવી છે.