લોસ એન્જલિસઃ 'લવ સ્ટોરી', 'બ્લેક સ્પેસ' અને 'લુક વોટ યુ મેડ ' જેવા લોકપ્રિય ગીતો માટે જણીતી હૉલિવૂડ સિંગર ટેલર સ્વિફ્ટ લોકડાઉન દરિયાન ઘરે રહી સમયનો આનંદ લઈ રહી છે. લોકડાઉન દરમિયાન સિંગર કુકિંગ કરી વાઈન સાથે જૂના ગીતો સાંભળતા સાંભળતા મોજ કરી રહી છે.
સ્વિફ્ટે કહ્યું હતું કે, ' મને સાંજે વાઈન પીતા પીતા ગીત સાંભળી કુકિંગ કરી સમય વિતાવવો ખુબ જ ગમે છે.' આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે તે જૂની ફિલ્મો પણ જોઈ રહી છે. જે તેણે પહેલા ક્યારેય જોઈ નહોતી.
તાજેતરમાં જ્યારે એ વાતનો ખુલાસો થયો હતો કે બિગ મશીન રિકોર્ડસ સ્વિફ્ટના જૂના ગીતોને લાઈવ પરફોર્મન્સ પર એક આલ્બમ લોન્ચ કરી રહી છે, ત્યારે તેણે નારાજગી વ્યકત કરી હતી.
આ સિવાય સ્વિફટ્ની વાત કરીએ તો કોવિડ 19 માટે ફંડ એકત્રિત કરવા પૉપ સ્ટાર લેડી ગાગાએ જે કોન્સર્ટ કર્યો હતો તેમાં પણ ટેલર સ્વિફ્ટ હાજર રહી હતી.