ETV Bharat / sitara

BB 13: સિદ્ધાર્થ શુક્લા વિજેતા, ટ્રોફી સાથે 50 લાખનું ઇનામ - sitara news

નાના પડદાના રિયાલિટી શો બિગ બોસ-13ની સફર પૂરી થઈ ગઈ છે. લગભગ 5 મહિના પ્રેક્ષકોનું મનોરંજન કર્યા પછી શનિવારે રાત્રે ગ્રાન્ડ ફિનાલેમાં શોના વિજેતાની ઘોષણા કરવામાં આવી હતી. આ રિયાલિટી શોની 13મી સિઝનનો તાજ સિદ્ધાર્થ શુક્લાના નામે રહ્યો હતો.

aa
સિદ્ધાર્થ શુક્લાના સિર પર બિગ બોસ 13નો તાજ, ટ્રોફી સાથે 50 લાખ રૂપિયા જીત્યા
author img

By

Published : Feb 16, 2020, 1:38 PM IST

મુંબઇ: નાના પડદાના રિયાલિટી શો બિગ બોસ-13ની સફર પૂરી થઈ ગઈ છે. લગભગ 5 મહિના પ્રેક્ષકોનું મનોરંજન કર્યા પછી શનિવારે રાત્રે ગ્રાન્ડ ફિનાલેમાં શોના વિજેતાની ઘોષણા કરવામાં આવી હતી. આ રિયાલિટી શોની 13મી સિઝનનો તાજ સિદ્ધાર્થ શુક્લાના નામે રહ્યો હતો. બિગ બોસ-13ની લગભગ 5 મહિનાની મુસાફરી આખરે મુકામ પર પહોંચી ગઈ હતી. સિદ્ધાર્થ શુક્લાને આ સિઝનનો વિજેતા જાહેર કરાયો છે. અંતિમ રાઉન્ડમાં 6 ફાઇનલિસ્ટના દિલ થંભાવનારા વાતાવરણ વચ્ચે સિદ્ધાર્થ શુક્લાને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. જેથી સિદ્ધાર્થને ઇનામ રૂપિયા 50 લાખ આપવામાં આવ્યાં હતાં.

સિદ્ધાર્થ શુક્લાએ અસીમ રિયાઝને હરાવીને બિગ બોસની ચમચમાતી ટ્રોફીને પોતાના નામે કરી લીધી છે. ફાઇનલ પહેલા જ અટકળો લગાડવામાં આવી હતી કે, છેલ્લી ટક્કર અસીમ અને સિદ્ધાર્થની વચ્ચે હશે. આ ચર્ચિત અને વિવાદીત રિયાલિટી શોના 6 સ્પર્ધકો ફાઇનલમાં પહોંચ્યાં હતાં. જેમાં સિદ્ધાર્થ શુક્લા, અસીમ રિયાઝ, શહનાઝ ગિલ, રશ્મિ દેસાઈ, આરતી સિંહ અને પારસ છાબરા. ગ્રાન્ડ ફિનાલેમાં પારસ છાબરા પ્રથમ આઉટ થયો હતો. તેણે 10 લાખ રૂપિયા લઈને વિજેતાની દોડથી પોતાને અલગ કરી દીધા હતાં. આ પછી આરતી સિંઘ, રશ્મિ દેસાઇ અને શહનાઝ ગિલ જાહેર જનતાના મતને આધારે રેસમાંથી બહાર નીકળી ગયા હતા.

ફાઇનલમાં આ શોની સૌથી ચર્ચામાં રહેલી જોડી સિદ્ધાર્થ શુક્લા અને અસીમ રિયાઝની જોડી હતી. બિગ બોસમાં સ્પર્ધકો બંને વચ્ચેની ટક્કરનો નવો રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ સિદ્ધાર્થ શુક્લા અને અસીમ રિયાઝ વચ્ચેની લડાઇ સીમાને પાર કરી ગઈ હતી. બિગ બોસની શરૂઆતમાં બંને સારા મિત્રો હતા અને બંન્ને વચ્ચે સારી અન્ડરસ્ટેન્ડિંગ જોવા મળતી હતી, પરંતુ તે અમુક કારણોસર અલગ થઈ ગયા હતા એને પછી બંને વચ્ચે ઝધડાઓ શરૂ થયાં હતા. આ લડાઇ સમય જતા છેક ધક્કા-મુક્કી સુધી પહોંચી ગઇ હતી.

છેવટે સિદ્ધાર્થ શુક્લાએ શાનદાર જીત મેળવી હતી અને શો જીતી લીધો હતો. વિજેતા બન્યા બાદ સિદ્ધાર્થ શુક્લાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની માતા અને તેની બહેન સાથેની તસવીરો અને વીડિયો શેર કરીને બધા ચાહકોનો આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.