વોશિંગ્ટન: અમેરિકન પાત્ર અભિનેતા સેમ લોઈડ સિટકોમ 'સ્ક્રબ્સ'માં વકીલ ટેડ બકલેન્ડની ભૂમિકા માટે જાણીતા છે, તેમનું નિધન થયું છે. તેમના એજન્ટે શુક્રવારે પુષ્ટિ કરી છે. તેમની ઉંમર 56 વર્ષની હતી. જાહેર કરવામાં આવેલા નિવેદનમાં તેમના મૃત્યુના સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાન્યુઆરી 2019માં લોઈડને મગજમાં ગાંઠ હોવાનું નિદાન કરાયું હતું. તેમને થોડા સમય પહેલા તેમની પત્ની વેનેસાએ તેમના પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. દંપતીએ તેમના પુત્રનું નામ વેસ્ટન રાખ્યું હતું.
ડૉકટરોને એ પણ ખબર પડી કે, કેન્સરને તેમના ફેફસાંમાંથી કરોડરજ્જુ, જડબા, યકૃત વગેરે પર અસર થઈ છે. 'સ્ક્રબ્સ' શ્રેણીમાં લોઈડ તેની કારકિર્દીમાં ઘણી વખત જોવા મળ્યો હતો. આ સિવાય તેમને 'ફ્લગર' અને 'ગેલેક્સી ક્વેસ્ટ' જેવી ફિલ્મ્સ ઉપરાંત 'કુગર ટાઉન', 'સિનફિલ્ડ', 'મોર્ડન ફેમિલી' અને 'ધ વેસ્ટ વિન્ડ અને સેમલેશ' વગેરે શ્રેણીઓમાં પણ કામ કર્યું હતું. 'સ્ક્રબ્સ' પરિવારે સીટકોમ સ્ટારના અવસાન બાદ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી.