જો કે, આ ફિલ્મને લગતા એક એવા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળી દર્શકો 26 એપ્રિલની રાહ જોવા લાગશે. ભારતના લોકચહિતા અને ઓસ્કર વિજેતા સંગીતકાર, એ.આર.રહેમાન દ્વારા આ ફિલ્મ માટે ‘માર્વેલ એન્થમ સોન્ગ’ રિલીઝ કરવામાં આવ્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ ફિલ્મના પ્રમોશન માટે ડાઈરેક્ટર જો રૂસો તાજેતરમાં મુંબઈ આવ્યા છે. અહીંથી તેમણે એશિયામાં આ ફિલ્મના પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ પ્રચારના ભાગરૂપે ‘માર્વેલ એન્થમ’ એટલે કે, ‘રોકેં ના રૂકેંગે યારા’ ગીતને મુંબઈમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ લોન્ચિંગ કાર્યક્રમમાં સંગીતકાર એ.આર.રહેમાન પણ ઉપસ્થિત રહ્યાં હતા.
Here's something special for all you amazing Marvel India fans! Presenting the #MarvelAnthem created by the maestro @arrahman.@Russo_Brothers https://t.co/cu6Z5I4LyE
— Marvel India (@Marvel_India) April 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here's something special for all you amazing Marvel India fans! Presenting the #MarvelAnthem created by the maestro @arrahman.@Russo_Brothers https://t.co/cu6Z5I4LyE
— Marvel India (@Marvel_India) April 1, 2019Here's something special for all you amazing Marvel India fans! Presenting the #MarvelAnthem created by the maestro @arrahman.@Russo_Brothers https://t.co/cu6Z5I4LyE
— Marvel India (@Marvel_India) April 1, 2019
માર્વેલ ઈન્ડિયા દ્વારા આ ગીતને ટ્વીટર પર શેર કરતા જણાવવામાં આવ્યું કે, “માર્વેલ ઈન્ડિયાના ફેન્સ માટે કંઈક ખાસ છે. હાજર છે, સંગીતકાર એ.આર.રહેમાન દ્વારા બનાવવામાં આવેલું માર્વેલ એન્થમ.” રહેમાન દ્વારા માર્વેલ ઈન્ડિયાના આ ટ્વીટને રિટ્વીટ પણ કરવામાં આવ્યું છે. જલ્દી જ આ ગીતના તમિળ અને તેલુગૂ વર્ઝન પણ લોન્ચ કરવામાં આવશે.